Us Election: રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં બાજી પલટાઈ, નવા સર્વેમાં ટ્રમ્પ કરતાં આગળ નીકળ્યા કમલા હેરિસ
Kamala Harris leads Donald Trump : અમેરિકાના ઉપપ્રમુખ અને ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રમુખ પદ માટેના ઉમેદવાર કમલા હેરિસ તેઓના રીપબ્લિકન પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં ટકાવારીમાં આગળ નીકળી ગયા છે. ૪૯ ટકા મતદારો હેરિસ તરફી છે, જ્યારે ટ્રમ્પ તરફે ૪૫ ટકા મતદારો છે. આ અંતર બહુ નથી પરંતુ શીકાગોમાં મળનારાં ડેમોક્રેટિક પાર્ટીનાં અધિવેશન પૂર્વે જ કમલાની આ બઢત ઉલ્લેખનીય છે. તેમાં વોશિંગ્ટન-પોસ્ટ તથા ઓબીસી ન્યૂઝ ઇપ્સોસપોલ જણાવે છે. ભલે આ ગાળો ૪ પોઇન્ટનો જ રહ્યો હોય પરંતુ તે નોંધનીય જરૂર છે. તેથી ચૂંટણી સ્પર્ધામાં ડેમોક્રેટ્સને પુષ્ટિ મળી છે. એક મહિના પૂર્વે ટ્રમ્પ સામેની વક્તૃત્વ સ્પર્ધામાં જો-બાયડેને કરેલા નિર્બળ દેખાવ પછી ડેમોક્રેટ્સ થોડા હતાશ થઇ ગયા હતા.
હવે જો આ ગણતરીમાં થર્ડ પાર્ટીને પણ સાથે લેવામાં આવે તો પણ હેરીસ ટ્રમ્પ કરતાં 3 પોઇન્ટ આગળ રહે છે. કમલા હેસિ તરફે 47 પોઇન્ટ છે, ટ્રમ્પને 44 પોઇન્ટ મળે તેમ છે, જ્યારે રોબર્ટ એક કેનેડી (જુ.)ને પાંચ પોઇન્ટ મળે તેમ છે.
જુલાઈમાં પરિસ્થિતિ તેવી હતી કે ટ્રમ્પને 43 પોઇન્ટ મળ્યા હતા, બાયડેને માત્ર એક જ પોઇન્ટ પાછળ રહી ૪૨ પોઇન્ટ મેળવી શક્યા હતા જ્યારે કેનેડીને ૯ પોઇન્ટ મળ્યા હતા.
પોસ્ટ-એબીસી-ઇપ્સોસ-પાલે ડેમોક્રેટ્સને જરા વધુ ધાર આપે છે, તેમ છતાં તેવું પણ અનુમાન કરે છે કે નવેમ્બરથી ચૂંટણી રસાકસીભરી બની રહેશે. સાત સ્વીંગ-સ્ટેટસ (પરિવર્તન આપે તેવાં રાજ્યો) મીશીગન, પેન્સીલવાનિયા, વિટકોત્ઝીન, નોર્થ કેરોલિના, જ્યોર્જીયા, એરિઝોના અને નેવાડા બંને ઉમેદવારો માટે, સફળતાના દ્વારની ચાવીરૂપ બને તેમ છે.
પબ્લિક પોલ્સ દર્શાવે છે કે, હેરીસે તે સાતે સાતે સ્વિંગ-સ્ટેટ્સમાં તેઓની સ્થિતિ મજબૂત કરી છે. તે સર્વવિદિત છે કે ટ્રમ્પ સામેની વક્તૃત્વ સ્પર્ધામાં બાયડેને ઘણો ખરાબ દેખાવ કર્યો હતો. તેમ જ અન્ય વક્તવ્યોમાં પણ તેઓએ બહાર કર્યા પછી ડેમોક્રેટ્સ ના હિંમત થઇ ગયા હતા પરંતુ હવે કમલા મેદાનમાં આવતાં તેઓમાં હિંમતનો સંચાર થયો છે અને તેઓ ડેમોક્રેટિક પાર્ટીમાં શીકાગોમાં મળનારાં અધિવેશન પૂર્વે અને પછી પણ ડેમોક્રેટ્સની આગેકૂચની આશા રાખી રહ્યા છે. આ અધિવેશમાં મુખ્ય વક્તાઓ બરાક ઓબામા, જો બાયડેન અને બિલ અને હિલેરી ક્લિન્ટન રહેશે.