Get The App

US Election : ન્યૂયોર્કના ચૂંટણી પંચનો મોટો નિર્ણય, બેલેટ પેપરમાં ભારતની આ ભાષનો ઉપયોગ કરવા આપી મંજૂરી

Updated: Nov 4th, 2024


Google NewsGoogle News
US Election : ન્યૂયોર્કના ચૂંટણી પંચનો મોટો નિર્ણય, બેલેટ પેપરમાં ભારતની આ ભાષનો ઉપયોગ કરવા આપી મંજૂરી 1 - image


US Presidential Election 2024 : અમેરિકામાં નવા પ્રમુખની પસંદગી કરવા માટે પાંચમી નવેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. વ્હાઈટ હાઉસમાં એન્ટ્રી કરવા માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ (Kamala Harris) જુદા જુદા રાજ્યોમાં જઈને જંજાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે આ તમામ બાબતો વચ્ચે ન્યૂયોર્ક ચૂંટણી પંચે ભારતીય ભાષાને લઈને મોટો નિર્ણય લીધો છે.

બેલેટ પેપર પર બંગાળી ઉપરાંત ચાર ભાષાઓ લખાશે

ન્યૂયોર્ક શહેરના ચૂંટણી બોર્ડના કાર્યકારી નિદેશક માઈકલ જે.રયાને કહ્યું છે કે, અમે બેલેટ પેપર પર અંગ્રેજી ઉપરાંત ચાર ભાષાઓ લખવાનો આદેશ આપ્યો છે. અમેરિકાની ચૂંટણીમાં એશિયાઈ ભાષા તરીકે બંગાળી, ચાઈનીઝ, સ્પેનિશ અને કોરિયાઈ ભાષાને સામેલ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, એક ચુકાદા બાદ બેલેટ પેપર પર બંગાળી ભાષા લખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ન્યૂયોર્ક સિટી પ્લાનિંગ વિભાગના જણાવ્યા મુજબ, ન્યૂયોર્કમાં 200થી વધુ ભાષાઓનો ઉપયોગ થાય છે, જે અમેરિકાને બહુભાષી દેશ પણ બનાવે છે. 

આ પણ વાંચો : મેં 2020ના ચૂંટણી પરિણામો બાદ વ્હાઇટ હાઉસ છોડીને જ ભૂલ કરી હતી, ટ્રમ્પના નિવેદનથી હોબાળો

ન્યૂયોર્કની ચૂંટણી અધિકારીએ ભારતનો કર્યો ઉલ્લેખ

રયાને કહ્યું કે, ભારત દેશમાં અનેક ભાષાઓ બોલવામાં આવે છે. બંગાળની વાત કરીએ તો, આ ભાષાને લઈ એક ચુકાદો આવ્યો હતો, જેમાં એક નિશ્ચિત વસ્તીને ધ્યાને રાખી ભારતીય ભાષાની જરૂર હતી, જેમાં વાતચીત થયા બાદ બંગાળી ભાષાનો ઉપયોગ કરવા પર સહમતી સધાઈ છે. 

આ પણ વાંચો : ટ્રમ્પ બાદ હવે કમલા હેરિસને પણ ચૂંટણી પહેલા આવી ભારતની યાદ, શેર કરી બાળપણની ખાસ તસવીર


Google NewsGoogle News