અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પ અને કમલા હેરિસને સરખા મત મળે તો કઈ રીતે નક્કી થશે વિજેતા? જાણો શું છે નિયમ
US Elections 2024: અમેરિકમાં આજે (પાંચમી નવેમ્બર) પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ રહી છે. લાંબા સમયથી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ બંને આ ચૂંટણી માટે જોરદાર પ્રયાસ કરી રહ્યા છે. જો કે આ ચૂંટણીમાં બંને ઉમેદવારો વચ્ચે જોરદાર જંગ જામી છે. મતદાન મંગળવારે ભારતીય સમય અનુસાર 4:30 વાગ્યે શરૂ થશે. થોડા સમય પછી દુનિયાને ખબર પડશે કે સૌથી શક્તિશાળી અને સૌથી મોટા લોકતાંત્રિક દેશોમાં સામેલ અમેરિકાનું નેતૃત્વ કોના હાથમાં રહેશે.
આ પણ વાંચો: Us Election: અમેરિકામાં મૂળ ભારતીયોનો દબદબો, 35થી વધુ નેતાઓ ચૂંટણી મેદાનમાં
ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે જોરદાર જંગ છે. આવી સ્થિતિમાં હવે સવાલ એ છે કે જો અમેરિકી પ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસને સરખા મત મળે એટલે કે બંને વચ્ચે ટાઈ થાય તો કોણ જીતશે તે કેવી રીતે નક્કી થશે?
અમેરિકી પ્રમુખ કેવી રીતે ચૂંટાય છે?
અમેરિકન સિસ્ટમ મુજબ, અમેરિકી પ્રમુખ બનવાનો નિર્ણય 538 સભ્યોની બનેલી 'ઈલેક્ટોરલ કોલેજ' દ્વારા લેવામાં આવે છે, જેમાં અમેરિકાના દરેક રાજ્યને યુએસ કોંગ્રેસમાં જેટલા મતદારો છે તેટલા જ મતદારો મળે છે.
આ પણ વાંચો: અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે આજે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામ
નેબ્રાસ્કા અને મેઈન સિવાય દરેક રાજ્ય, રાજ્યવ્યાપી મતોમાં આગળ રહેનાર વ્યક્તિને તેના તમામ ચૂંટણી મતો આપે છે. જો બંને ઉમેદવારોને 270થી ઓછા ઈલેક્ટોરલ મત મળે છે તો અમેરિકી બંધારણ મુજબ કોંગ્રેસ આ અંગે નિર્ણય લેશે. જે પછી નવા ચૂંટાયેલા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ આવતા વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિની પસંદગી કરશે. તે જ સમયે સેનેટ ઉપપ્રમુખની પસંદગી કરશે.