'કમલા હેરિસ બાઈડેન કરતા પણ વધુ અયોગ્ય..', ઈલોન મસ્ક સાથેના ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પ

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
Elon Musk-Donald Trump Interview


Elon Musk-Donald Trump Interview: અમેરિકામાં પાંચમી નવેમ્બરે પ્રમુખપદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે ​સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર અમેરિકાના પ્રમુખ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો ઈન્ટરવ્યૂ લીધો હતો. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પના કમલા હેરિસ પર પ્રહાર

ઈલોન મસ્કને આપેલા ઈન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ પર નિશાન સાધતા કહ્યું કે, 'તે જો બાઈડેન કરતા પણ વધુ અયોગ્ય છે. જો બાઈડેનને વ્હાઇટ હાઉસમાંથી બળજબરીથી હટાવવામાં આવી રહ્યો છે. તેમને પ્રમુખ પદની ચૂંટણીની રેસમાંથી બળજબરીથી બહાર કરી દેવામાં આવ્યા છે.'

ડોનાલ્ડ ટ્રમ્પે  ઈન્ટરવ્યૂ દરમિયાન ગયા મહિને પોતાના પર થયેલા જીવલેણ હુમાલાને પણ યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'મને તરત જ ખબર પડી ગઈ કે તે ફાયરિંગ થયું છે. મને એ પણ ખબર પડી ગઈ હતી કે ગોળી મારા કાન પર વાગી હતી. મને ભગવાનમાં વિશ્વાસ છે. એટલે હું બચી ગયો હતો. મેં રેલીમાં લોકોને બુલેટ બુલેટ બોલતા સાંભળ્યા હતા.'

આ પણ વાંચો: અમેરિકન પ્રમુખપદની રેસના નવા તારણો રસપ્રદ, ટ્રમ્પ પર 41 ટકા અમેરિકનોને ભરોસો


ઈલોન મસ્કે ટ્રમ્પના વખાણ કર્યા 

ઈન્ટરવ્યૂ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કરતા ઈલોન મસ્કે કહ્યું, 'બહાદુરી ક્યારેય ખોટી હોતી નથી. કમલા હેરિસ અને જો બાઈડેન અમેરિકાના દુશ્મનોને ડરાવી શક્યા નથી.

પાંચમી નવેમ્બર અમેરિકાના ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ દિવસ 

ઈલોન મસ્ક સાથેના ઈન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'પાંચમી નવેમ્બર અમેરિકાના ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ દિવસ છે.' હમાસ-ઈઝરાયલ યુદ્ધ પર તેમણે કહ્યું કે, 'ઈઝરાયલ પર ક્યારેય હુમલો ન કરવો જોઈએ.'

'કમલા હેરિસ બાઈડેન કરતા પણ વધુ અયોગ્ય..', ઈલોન મસ્ક સાથેના ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પ 2 - image


Google NewsGoogle News