Get The App

'ભારત સાથેના સંબંધો સમાન દૃષ્ટિકોણ, સમાન મૂલ્યો આધારિત...' અમેરિકાના સંરક્ષણમંત્રીએ કરી પ્રશંસા

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
'ભારત સાથેના સંબંધો સમાન દૃષ્ટિકોણ, સમાન મૂલ્યો આધારિત...' અમેરિકાના સંરક્ષણમંત્રીએ કરી પ્રશંસા 1 - image


India vs America News | અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટિને ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા સંબંધોની ભરપૂર પ્રશંસા કરતાં કહ્યું હતું કે, તે સંબંધો અમારા બંનેના સમાન દ્રષ્ટિકોણ અને સમાન મૂલ્યો આધારિત છે. તે ચાલતા જ રહેશે અને ગતિ પકડતા જશે.

તેઓએ વધુમાં કહ્યું કે બંને દેશો સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધારતા રહ્યા છે. ઇન્ડો-પેસિફિક વિસ્તાર તેનું પ્રમાણ દર્શાવે છે.

અહીં ચાલી રહેલી શાંગ્રીલા ડાયલોગ પરિષદમાં પ્રતિનિધિઓને કરેલા સંબોધનમાં આ પ્રમાણે કહેવા સાથે તેઓએ હિન્દ મહાસાગર અને મધ્ય તથા પશ્ચિમ પેસિફિકમાં સહકાર વધારી રહ્યા છીએ. આ રીતે ઇન્ડો-પેસિફિક રીજીયન શાંત અને સુરક્ષિત રાખવા માગીએ છીએ.

શાંગ્રીલા-ડાયલોગ દરમિયાન પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં તેઓએ કહ્યું હતું કે, અત્યારે અમારી વચ્ચેના સંબંધો પહેલા હતા તે કરતાં પણ વધુ સરલ બન્યા છે. અમારી મિત્રતા રાષ્ટ્રીય સીમાઓ ઓળંગી અમારા સંરક્ષણ ઉત્પાદનોનું વધુ સારું સંકલન કરી રહ્યા છીએ. ઇન્ડો-પેસિફિકને બાયોજયોગ્રોફિક રીજીયન છે તેમાં હિંદ મહાસાગર અને પશ્ચિમ તથા મધ્ય પેસિફિક મહાસાગર આવૃત છે. તેમાં દક્ષિણ ચીન સમુદ્ર પણ આવી જાય છે. અમેરિકા તે વિસ્તારમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે, નિભાવતું રહેશે.

આ પૂર્વે પેન્ટાગોનના અધિકારીઓએ અમેરિકાના સાંસદો સમક્ષ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચે પણ સંબંધો ગાઢ રહ્યા હોવા છતાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ ને વધુ ગાઢ બનતા રહ્યા છે.

ઇન્ડો-પેસિફિક અંગેની સંસદીય ઉપ સમિતિ સમક્ષ આપેલા નિવેદનમાં ઇન્ડો-પેસિફિક સિકયુરીટી અફેર્સ સંભાળતાં એલી એસ રેત્નરે કહ્યું હતું કે ભારત - અમેરિકા સંબંધો અન્ય અનેક વિધ વિસ્તારોમાં વધી રહ્યા છે જેવા કે જેટ-એન્જિન્સની રચના હવે જે નવા પ્રોજેક્ટસ હાથ ધરાવાના છે તેમાં પ્રોજેક્ટમાં એક આર્મર્ડ વ્હીકલ્સ પ્રોજેકટ છે. સાથે સંરક્ષણ ઉત્પાદનમાં પણ અમે સહકારથી કાર્ય કરવાના છીએ.

અગ્રીમ સાંસદ એદમ સ્મિથના એક પ્રશ્નનો જવાબ આપતા રેટનરે કહ્યું હતું કે, આપણો (ભારત સાથેનો) સંરક્ષણ- (ઉત્પાદનો)નો વ્યાપાર - ૨૦ બિલિયન ડોલર સુધી પહોંચ્યો છે. ભારતે તાજેતરમાં જ ૩૦ એમ-કયુ-૯, બી અને બીએસ તેવા ડ્રોન્સ માટે ઓર્ડર આપ્યો છે. તેમાં તે ૩૧-એમ-કયુ ૯બી ૩.૯૯ બિલિયન ડોલર્સના ખર્ચે ખરીદવાનું છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે અમેરિકાની લીધેલી મુલાકાત દરમિયાન કરારો થયા હતા.

સંસદીય સમિતિ સાથે યુએસએના ઇન્ડો-પેસિફિક કમાન્ડના કમાન્ડર જહોન એકિવલિનોએ કહ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રે ભારત-અમેરિકા વચ્ચે એક ઉપર બીજા તેમ કરારો થતા જ રહે છે. સૈન્ય- સૈન્ય સાથેનો સહકાર વધતો જાય છે. તેઓ સી-૧૩૦ (ડ્રોન વિમાનો) મેળવવાના છે. આપણે ભારત સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય યુદ્ધ કવાયતો પણ કરી રહ્યાં છીએ.

આ પૂર્વે એક વરિષ્ટ નિવૃત્ત વ્હાઈટ હાઉસ અધિકારીએ કહ્યું હતું કે ભારત પશ્ચિમ અને વૈશ્વિક દક્ષિણ વચ્ચેની કડી સમાન છે.


Google NewsGoogle News