અમેરિકાના સંરક્ષણ પ્રધાન ફરીથી હોસ્પિટલમાં દાખલ

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
અમેરિકાના સંરક્ષણ પ્રધાન ફરીથી હોસ્પિટલમાં દાખલ 1 - image


- ડેપ્યુટી સંરક્ષણ પ્રધાન કેથલિન હિક્સે ચાર્જ સંભાળ્યો

- સર્પોટિવ કેર અને મોનિટરિંગ માટે ઓસ્ટિનને ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ કરાયા 

વોશિંગ્ટન : પ્રોસ્ટેટ કેન્સરમાંથી રિકવર થઇ રહેલા અમેરિકાના સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિનને મૂત્રાશયમાં સમસ્યા સંબધિત લક્ષણોને કારણે ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમ અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને આ માહિતી આપી છે. ઓસ્ટિન હોસ્પિટલમાં દાખલ થયા પછી તેમની જવાબદારી તેમના ડેપ્યુટીને સોંપવામાં આવી છે. 

ડિસેમ્બરમાં ઓસ્ટીનને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની સારવાર ચાલી રહી છે અને તેઓ આરોગ્ય સંબધી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.

ઓસ્ટિનને રવિવારની બપોરે ૨.૩૦ વાગ્યે વોલ્ટર રીડ નેશનલ મિલિટ્રી મેડિકલ સેન્ટરમાં ક્રિટિકલ કેર યુનિટમાં ટ્રાન્સરફર કરવામાં આવ્યા છે.સોશિયલ મીડિયા એક્સ પર પેન્ટાગનના પ્રેસ સચિવ મેજર જનરલ પેટ રાઇડરે જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન લોયડ જે ઓસ્ટિનને સુરક્ષા દળોની સાથે વોલ્ટર રીડ નેશનલ મિલિટ્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. તે હાલમાં હોસ્પિટલમાં જ છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ વખતે હોસ્પિટલમાં દાખલ થતા પહેલા લોયડ જે ઓસ્ટિને પોતાનો ચાર્જ અમેરિકાના નાયબ સંરક્ષણ પ્રધાન કેથલીન હિક્સને સોંપી દીધો છે. 

વોલ્ટર રીડ નેશનલ મિલિટ્રી મેડિકલ સેન્ટરના અધિકારીઓના જણાવ્યા અનુસાર સર્પોટિવ કેર અને મોનિટરિંગ માટે ઓસ્ટિનને ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે. જાન્યુઆરીમાં રશિયાએ દાવો કર્યો હતો કે ૩ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ યુક્રેન પર કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં અમેરિકાના સંરક્ષણ પ્રધાનનું મોત થયું છે. જો કે અમેરિકાએ આ અહેવાલને ફગાવી દીધા છે. પરંતુ ત્યારથી લોયડ ઓસ્ટિન જાહેરમાં દેખાયા નથી.


Google NewsGoogle News