'ઈતિહાસનો સૌથી મોટો નરસંહાર થશે..' એલર્ટ કરવા છતાં પોલીસ નિષ્ફળ, US સૈન્યનો મોટો ખુલાસો

અમેરિકાના લેવિસ્ટન શહેરમાં ગોળીબારની ઘટનામાં 22 લોકોના મોત થયા હતા

અમેરિકી સૈન્યનું કહેવું છે કે અમે ગયા મહિને મૈને પોલીસને આ પ્રકારના હુમલાની ધમકીઓ વિશે ચેતવણી આપી હતી

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
'ઈતિહાસનો સૌથી મોટો નરસંહાર થશે..' એલર્ટ કરવા છતાં પોલીસ નિષ્ફળ, US સૈન્યનો મોટો ખુલાસો 1 - image

image : Envato 



USA Maine Firing Incident | અમેરિકાના અલગ-અલગ વિસ્તારોમાં બનેલી ફાયરિંગની ઘટનાને લઈને અમેરિકી સેનાએ (US Army) મોટો ખુલાસો કર્યો છે. અમેરિકી સૈન્યનું કહેવું છે કે અમે ગયા મહિને મૈને પોલીસને આ પ્રકારના હુમલાની ધમકીઓ વિશે ચેતવણી આપી હતી. અમે કહ્યું હતું કે રાજ્યના ઈતિહાસમાં સૌથી મોટો હત્યાકાંડ થવા જઈ રહ્યો છે.

હથિયાર ટ્રેનરે ખતરાની આશંકા વ્યક્ત કરી હતી

અહેવાલો અનુસાર અમેરિકાની બે તપાસ એજન્સીઓના પ્રમુખોએ જણાવ્યું હતું કે રોબર્ટ કાર્ડને (Robert Card) શોધવા માટે સપ્ટેમ્બરના મધ્યમાં રાજ્ય સ્તરે ચેતવણી જાહેર કરવામાં આવી હતી. ત્યારે જ રોબર્ટ કાર્ડને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપનારા ટ્રેનરે આ પ્રકારના જોખમની આશંકા વ્યક્ત કરી હતી. મેન્સમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું અને તેના ઘરની પણ તપાસ કરાઈ હતી. તેમ છતાં કાર્ડનો કોઈ અતોપત્તો મળ્યો ન હતો. સૈકો પોલીસ પ્રમુખ જેક ક્લેમેન્ટે જણાવ્યું હતું કે લગભગ બે અઠવાડિયા સુધી પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું પરંતુ કાર્ડ મળ્યો નહતો. 

બાયડેને દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે એક ટ્વિટમાં તપાસ એજન્સીઓના અધિકારીઓની પ્રશંસા કરતાં કહ્યું કે હું અધિકારીઓને ચોવીસ કલાક કામ કરવા અને શંકાસ્પદને શોધવા બદલ અભિનંદન આપું છું. લેવિસ્ટન અને આસપાસના સમુદાયો હવે સુરક્ષિત છે.

શું છે મામલો? 

અમેરિકાના મૈન રાજ્યના લેવિસ્ટન શહેરમાં બુધવારે મોડી રાત્રે ગોળીબારની ભયાવહ ઘટના બની હતી, જેમાં 22 લોકો માર્યા ગયા હતા. હુમલામાં 60થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ હુમલાખોર ફરાર થઈ ગયો હતો. જોકે, શનિવારે તેનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાર્ડનો મૃતદેહ લેવિસ્ટનથી લગભગ આઠ માઈલ દૂર જંગલમાં મળી આવ્યો હતો.  પોલીસને આશંકા છે કે આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ પોતાને ગોળી મારી દીધી હતી.

'ઈતિહાસનો સૌથી મોટો નરસંહાર થશે..' એલર્ટ કરવા છતાં પોલીસ નિષ્ફળ, US સૈન્યનો મોટો ખુલાસો 2 - image



Google NewsGoogle News