ટ્રમ્પે ભારતના હિતમાં નિર્ણય લીધો? પાકિસ્તાનના ફાઈટર જેટ્સ પર દેખરેખ રાખવા 397 મિલિયન ડોલર મંજૂર કર્યા
US On Pakistan F-16 Oversight : અમેરિકાના રાષ્ટ્રપ્રમુક ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના F-16 ફાઇટર જેટ પર દેખરેખ રાખવા માટે 397 મિલિયન ડોલરની રકમ જાહેર કરી છે. પાકિસ્તાનમાં અમેરિકા સપર્થિત F-16 કાર્યક્રમ પર નજર રાખવા માટે આ રકમ જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાન આતંકવાદ વિરોધી કામગીરી માટે આ વિમાનોનો ઉપયોગ કરે છે કે નહી તેની ખાતરી માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ભારત વિરૂદ્ધમાં તેનો દુરુપયોગ ન થાય. 2019 ની કાશ્મીર હવાઈ અથડામણો બાદ, પાકિસ્તાન પર યુએસ F-16 ફાઇટર જેટનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઘટનાથી વોશિંગ્ટનમાં લશ્કરી કરારોના ઉલ્લંઘન અંગે ચિંતા વધી હતી.
વિદેશી સહાયતા પર ટ્રમ્પે રોક લગાવી
અમેરિકામાં 20 જાન્યુઆરીના રોજ પદ સંભાળ્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિદેશી સહાયતા પર 90 દિવસની રોક લગાવાનો આદેશ કરાયો હતો. આ નિર્ણય બાદ દુનિયાભરના માનવીય સહાયતા કાર્યક્રમ પર અસર પડી હતી. જ્યારે માત્ર ઈઝરાયલ અને મિસ્ર બે દેશોને છૂટ અપાઈ હતી. જો કે, અમુક અપવાદોને મંજૂરી આપવામાં આવી હતી અને 13 ફેબ્રુઆરી સુધી 5.3 અરબ ડોલરની સહાયતા રકમ જાહેર કરી હતી. જેમાં પાકિસ્તાનનો F-16 કાર્યક્રમ પણ દેખરેખ હેઠળ હતો.
USAID પર ટ્રમ્પનું એક્શન
ટ્રમ્પે અમેરિકી વિદેશી સહાયતાને 'અમેરિકી મુલ્યોથી વિપરિત' ગણાવીને તેનું ફન્ડિંગ ઓછું કરવાની પહેલ કરી. યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલોપમેન્ટ (USAID)ની ફન્ડિંગમાં ભારે કપાત કરવામાં આવી છે. જેમાં અગાઉ USAIDને 40 અરબ ડોલર ફન્ડિંગ મળતું હતું, પરંતુ હવે તે 10 કરોડ ડોલરથી પણ ઓછું કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમેરિકાએ વધુ 12 ભારતીયોનો કર્યો દેશનિકાલ, ચોથુ પ્લેન દિલ્હી પહોંચ્યું
સુરક્ષા સહાયતાના મુખ્ય કાર્યક્રમ
તાઈવાનમાં સેન્ય કાર્યક્રમો માટે 870 મિલિયન ડોલર, ફિલિપિન્સની સુરક્ષા માટે 336 મિલિયન ડોલર, યુક્રેનની રાષ્ટ્રીય પોલીસ અને બોર્ડર સુરક્ષા માટે 21.5 મિલિયર ડોલરની સુરક્ષા સહાયતા કરવામાં આવી. જ્યારે પાકિસ્તાનને કરવાની થતી સહાયતા સંપૂર્ણપણે દેખરેખ કાર્યક્રમ સુધી સીમિત રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અમેરિકા હવે પાકિસ્તાનને ભરોષાપાત્ર માનતું નથી અને ખાતરી કરવા ઈચ્છે કે F-16નો દુરુપયોગ ન થાય.