Get The App

અમેરિકાએ ફરી ઉશ્કેરણી કરી, અમેરિકાના રાજદૂતે પીઓકેની મુલાકાત લીધી, આઝાદ કાશ્મીર તરીકે ઉલ્લેખ કર્યો

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
અમેરિકાએ ફરી ઉશ્કેરણી કરી, અમેરિકાના રાજદૂતે પીઓકેની મુલાકાત લીધી, આઝાદ કાશ્મીર તરીકે ઉલ્લેખ કર્યો 1 - image


Image Source: Twitter

ઈસ્લામાબાદ, તા. 26 સપ્ટેમ્બર 2023

ખાલિસ્તાની નિજ્જરની હત્યાના વિવાદમાં આડકતરી રીતે કેનેડાનો પક્ષ લેનાર બાઈડન સરકારે ફરી એક વખત ભારત સામે ઉશ્કેરણી જનક હરકત કરી છે. પાકિસ્તાન સ્થિત અમે્રિકન રાજદૂત ડેવિડ બ્લોમ ગૂપચૂપ રીતે પાકિસ્તાની કબ્જા હેઠળના કાશ્મીરની મુલાકાતે ગયા છે. ગયા વર્ષે પણ અમે્રિકન રાજદૂતે આ રીતે પીઓકેની મુલાકાત લીધી હતી અને ભારતે તેની સામે વિરોધ નોંધાવ્યો હતો.

રાજદૂતે તો પીઓકેને આઝાદ કાશમીર પણ ગણાવી દીધુ છે અને તેમના આ નિવેદન બાદ અમેરિકા અને ભારત વચ્ચે કેનેડાના મુદ્દે સર્જાયેલા મતભેદો વધારે ઘેરા બની શકે છે. રાજદૂત બ્લોમે ગિલગિટ બાલ્ટિસ્તાન યુનિવર્સિટીમાં વૃક્ષારોપણ પણ કર્યુ હતું.

ગયા વર્ષે પણ બ્લોમે પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યુ હતુ. સોશિયલ મીડિયા પર પણ તેમણે આ પ્રકારનુ ટ્વિટ કરતા રાજકીય મોરચે હોબાળો મચ્યો હતો.

આ વખતે પણ બ્લોમની પીઓકે મુલાકાત ગુપ્ત રાખવામાં આવી હતી. તેઓ છ દિવસ માટે પીઓકે ગયા હતા અને ગિલગિત બાલ્ટિસ્તાનમા વિપક્ષી નેતાએ તેમની મુલાકાતનો ભાંડો ફોડયો હતો.

કેનેડા મામલે જે રીતે અમેરિકાએ કેનેડાની તરફેણ કરી છે અને એ પછી અમેરિકાના રાજદૂતે કાશ્મીરના પાક કબ્જા હેઠળના હિસ્સાની મુલાકાત લીધી છે તેના કારણે ભારતની ચિંતા વઘી ગઈ છે.



Google NewsGoogle News