અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલા કર્યા, અલ-કાયદાનો ટોચનો આતંકી સલાહ અલ-જબીર ઠાર
US Air Strike in Syria | અમેરિકન સૈન્યએ ગુરુવારે અલ કાયદા સાથે સંકળાયેલા આતંકી સંગઠનના સિનિયર આતંકી મોહમ્મદ અલ સલાહ અલ જબીરને મોતને ઘાટ ઉતારી નાખ્યો. સીરિયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક હવાઈ હુમલામાં તેનું મોત નિપજ્યું.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડની કાર્યવાહી
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું કે આ હવાઈ હુમલા આતંકીઓના નેટવર્કને તોડવા માટે કરાયા હતા. જબીર હુરાર્સ અલ દીન નામના આતંકી સંગઠનનો આતંકી હતો જે અલ કાયદાના નેટવર્ક સાથે જોડાયેલો હતો. જ્યારે ઈઝરાયલે પેલેસ્ટિનિયન સંગઠન હમાસના સૈન્ય પ્રમુખ મોહમ્મદ દૈફને હવાઈ હુમલામાં ઠાર કર્યો છે. આઈડીએફએ આ ઘટનાની પુષ્ટી કરી હતી.