અમેરિકાના સંરક્ષણ વિભાગમાં 60000ની છટણીના ટાર્ગેટથી ખળભળાટ, ઉદ્દેશ્ય માત્ર ખર્ચ ઘટાડવાનો
Image: Facebook
US Department of Defense: અમેરિકાના સંરક્ષણ વિભાગ(પેન્ટાગોન)માં 50,000થી 60,000 અસૈન્ય નોકરીઓમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ ઘટાડાની પ્રક્રિયામાં અત્યાર સુધી લગભગ 21,000 કર્મચારીઓએ સ્વૈચ્છિક રાજીનામા યોજનાનો સ્વીકાર કર્યો છે. જે કુલ લક્ષિત ઘટાડાના લગભગ એક તૃતીયાંશ છે. એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. સંરક્ષણ વિભાગનું લક્ષ્ય 900,000થી વધુ અસૈન્ય કર્મચારીઓમાંથી 5%થી 8% નો ઘટાડો કરવાનું છે. આ માટે દર મહિને લગભગ 6,000 પદને હટાવવામાં આવશે. આ સિવાય નિયમિત રીતે નિવૃત્ત થનાર કે નોકરી છોડનાર કર્મચારીઓની જગ્યા ભરવામાં આવશે નહીં.
આ ઘટાડો સંરક્ષણ સચિવ પીટ હેગસેથના નેતૃત્વમાં લાગુ કરવામાં આવી રહ્યો છે, જેનો હેતુ વિભાગના બજેટને ઘટાડવાનો અને સરકારી ખર્ચમાં ઘટાડો લાવવાનો છે. આ યોજનાને 'ફોર્ક ઇન ધ રોડ' પ્રસ્તાવ તરીકે ઓળખવામાં આવે છે અને આ કર્મચારીઓને સપ્ટેમ્બર સુધી વેતન અને લાભોની સાથે સ્વૈચ્છિક રીતે નોકરી છોડવાનો વિકલ્પ આપે છે.
સૈન્ય કર્મચારીઓ પર વધી શકે છે બોજ
અધિકારીઓની ચિંતા છે કે ખાલી થયેલા અસૈન્ય પદોને ભરવા માટે સૈન્ય કર્મચારીઓને તહેનાત કરવામાં આવી શકે છે. જેનાથી તેમની કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. જોકે, સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે એ નક્કી માટે આદેશ આપ્યા છે કે આ ઘટાડાથી સૈન્ય તૈયારીઓ પર પ્રતિકૂળ અસર ન પડે. આ ઘટાડો ટ્રમ્પ તંત્રના નજીકના સલાહકાર અને અબજોપતિ વેપારી ઈલોન મસ્કના ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિએન્સી સર્વિસ (DOGE) હેઠળ કરવામાં આવી રહી છે, જેનો હેતુ સંઘીય કાર્યબળને ઘટાડવાનો અને સરકારી એજન્સીઓને ફરીથી રચવાનો છે.
સ્વૈચ્છિક રાજીનામા અને અન્ય રીતથી ઘટાડો
સંરક્ષણ વિભાગ ત્રણ મુખ્ય રીતથી કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહ્યા છે
સ્વૈચ્છિક રાજીનામા
ફોર્ક ઇન ધ રોડ યોજના હેઠળ અમુક કર્મચારીઓએ સ્વેચ્છાથી રાજીનામા આપ્યા પરંતુ તમામને પરવાનગી આપવામાં આવી નહીં.
પ્રોબેશનરી કર્મચારીઓની બરતરફી
વિભાગે લગભગ 5,400 પ્રોબેશનરી કર્મચારીઓની છટણીની યોજના બનાવી હતી પરંતુ તેને કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો.
નવા કર્મચારીઓની નિમણૂક પર રોક
દર વર્ષે લગભગ 70,000 અસૈન્ય કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે પરંતુ આ પ્રક્રિયાને મર્યાદિત કરવામાં આવી રહી છે.
કોર્ટે આપી રોક, ઘણા કર્મચારીઓની વાપસીનો આદેશ
પ્રોબેશનરી કર્મચારીઓની છટણી પર કોર્ટએ રોક લગાવી દીધી અને તંત્રએ હજારો કર્મચારીઓને પાછા કામ પર રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે છટણીની કાયદેસર પ્રક્રિયાઓમાં ખામીઓ જોઈ છે.
સંરક્ષણ વિભાગના પ્રમુખ હેગસેથનું કહેવું છે કે આ ઘટાડાથી સૈન્યની કાર્ય પદ્ધતિ પર કોઈ અસર પડશે નહીં. જર્મનીમાં તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે મુખ્યાલયમાં ઘણા બિનજરૂરી પદ અને વહીવટી ખર્ચા છે, જેને હટાવવાની જરૂર છે.'
આ પણ વાંચો: પૃથ્વી પર વાપસી બાદ 45 દિવસ રિહેબ પ્રોગ્રામ કરશે સુનિતા વિલિયમ્સ, જાણો તમામ વિગતો…
સંઘીય સરકારમાં પણ મોટા પાયે છટણી
સંરક્ષણ વિભાગ જ નહીં પરંતુ અમેરિકન સંઘીય તંત્રમાં લગભગ 75,000 કર્મચારીઓને ડીફર્ડ રેજિગ્નેશન પ્રોગ્રામ હેઠળ હટાવવામાં આવી રહ્યા છે. આ સિવાય શરુઆતના સમયમાં 24,000 પ્રોબેશનરી કર્મચારીઓને હટાવવામાં આવ્યા હતા પરંતુ આને પણ કાયદેસર પડકારોનો સામનો કરવો પડ્યો.
આ દરમિયાન અમેરિકી કોંગ્રેસમાં ડેમોક્રેટિક સાંસદોએ કેન્દ્રીય નોકરશાહીમાં મોટા પાયે છટણીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. હાઉસ જ્યૂડિશિયરી અને હાઉસ ઓવરસાઇટ કમિટીએ માહિતીના અધિકાર (FOIA) હેઠળ તંત્રથી આ ઘટાડાના કાયદેસર પાસાની જાણકારી માગી છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સરકારના આકારને નાના કરવા અને નોકરીઓમાં ઘટાડા માટે એક મોટા સ્તરે 'રિડક્શન ઇન ફોર્સ' (RIF) યોજના લાગુ કરવાનો આદેશ આપ્યો છે. જોકે, પેંટાગોનમાં તેના પ્રભાવોને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી આપવામાં આવી નથી.
અમેરિકન સંરક્ષણ મંત્રી હેગસેથે ઉચ્ચ સૈન્ય અધિકારીઓને હટાવ્યા
થોડા દિવસ પહેલા જ અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું કે 'મેં સૈન્ય સેવા માટે ઉચ્ચ અધિકારીઓને હટાવી દીધા છે કેમ કે મને લાગે છે કે તે આ કામ માટે યોગ્ય નહોતા. સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રીની સાથે એક બેઠક પહેલા હેગસેથે તે સવાલનો જવાબ આપવાથી ઇન્કાર કરી દીધો જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તંત્રએ આગામી સંયુક્ત પ્રમુખ અધ્યક્ષ તરીકે એક સેવાનિવૃત્ત જનરલની પસંદગી કેમ કરી, જ્યારે તે આ કાર્ય માટે કાનૂની યોગ્યતાને પૂરી કરતા નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે અચાનક ચેરમેન, વાયુ સેના જનરલ સીક્યૂ બ્રાઉન જુનિયરને કાઢી દીધા અને જે બાદ હેગસેથે નૌસેના સંચાલનના પ્રમુખ નેવી એડમિરલ લિસા ફ્રેંચેટી, વાયુ સેનાના ઉપાધ્યક્ષ એરફોર્સ જનરલ જેમ્સ સ્લિફને પદથી હટાવી દીધા.