Get The App

વિવાદાસ્પદ બંધારણ સંશોધન બિલ મામલે પાકિસ્તાનમાં હોબાળો, સરકારે મૌલાના પાસે માંગી મદદ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
વિવાદાસ્પદ બંધારણ સંશોધન બિલ મામલે પાકિસ્તાનમાં હોબાળો, સરકારે મૌલાના પાસે માંગી મદદ 1 - image


Image: Facebook

Pakistan Government: પાકિસ્તાનમાં લાવવામાં આવેલા વિવાદાસ્પદ બંધારણ સંશોધન બિલ પર વિવાદ વધતો જ જઈ રહ્યો છે. રવિવારે ઐતિહાસિક 'બંધારણ સંશોધન પેકેજ' ને રજૂ કર્યાં વિના જ સંસદને સ્થગિત કરી દેવાઈ હતી. આ બિલ હેઠળ વરિષ્ઠ જજોની નિવૃત્તિની ઉંમરને ત્રણ વર્ષ વધારવા અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂક પ્રક્રિયામાં ફેરફાર કરવાની આશા છે. રિપોર્ટ અનુસાર આની અંદર લગભગ 22 સુધારા સામેલ છે, જોકે સુધારાની વિગતો હજુ જાહેર કરાઈ નથી.

આ બિલનો વિપક્ષી દળ અને ઘણા એક્ટિવિસ્ટ વિરોધ કરી રહ્યાં છે. વિરોધ કરનાર પક્ષનું કહેવું છે કે આ સુધારાનો હેતું ખાસ કાયદાકીય પોસ્ટમાં સરકારનો હસ્તક્ષેપ અને ગૃહમાં મતદાન દરમિયાન સાંસદોના પક્ષપલટાથી ઉકેલ મેળવવામાં સરકારની શક્તિ વધારવાનો છે. 

આ બિલના વધતાં વિરોધ વચ્ચે પાકિસ્તાન સરકારના એક ડેલિગેશને રવિવારે પ્રમુખ મૌલવી અને દક્ષિણપંથી નેતા મૌલાના ફલજુર રહેમાનની મુલાકાત કરી, આ મુલાકાત આ બિલ માટે તેમનું સમર્થન લેવાની આશાથી કરવામાં આવી છે.

ફજલુર રહેમાનની પાકિસ્તાનની જનતા અને ધાર્મિક ગુરુઓમાં સારી પકડ માનવામાં આવે છે. તેમનું પૂર્ણરીતે આ બિલને સમર્થન મળ્યા બાદ વિરોધને ઘણી હદ સુધી ઘટાડી શકાય તેમ છે. માત્ર આ જ કારણ નથી, સંખ્યાબળ પણ એક કારણ છે.

મૌલાના ફજલુર રહેમાનની પાકિસ્તાનમાં કેટલી શક્તિ?

બંધારણ સંશોધન માટે સરકારને બે તૃતીયાંશ બહુમતની જરૂર છે અને આ માટે મૌલાના ફજલુર રહેમાન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમની જમીયત ઉલેમા-એ-ઈસ્લામ {(फजल)JUI-F} પાર્ટીની પાસે સંસદમાં 8 અને સીનેટમાં 5 સાંસદ છે. મૌલાનાએ આમ તો સંશોધનોનું સમર્થન કર્યું છે પરંતુ સમગ્ર પેકેજને મંજૂરી આપ્યા પહેલા આમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ને પણ સામેલ કરવાની માગ કરી છે જેથી એક સામાન્ય સંમતિ બની શકે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પૂર્વ રાષ્ટ્રપતિ ઈમરાન ખાનની પાર્ટી છે અને તેના સમર્થિત સાંસદ પાક ગૃહમાં મુખ્ય વિપક્ષ છે.

માહિતી મંત્રી અત્તા તરારે જાણકારી આપી કે બંધારણ સંશોધન બિલ મોડું રજૂ કરવામાં આવ્યુ છે કેમ કે સંમતિ બનાવવા માટે વાતચીત ચાલુ છે. તેમણે એ પણ કહ્યું કે આ ફેરફાર સામાન્ય લોકોની ભલાઈ માટે છે અને તેની સકારાત્મક અસર પડશે. રવિવારે નેશનલ એસેમ્બલી અને સીનેટના સેશન ખાસ સમયે બોલાવવામાં આવ્યા હતા, જે ઘણી વખત બજેટ સત્ર કે સંવેદનશીલ મુદ્દા પર બોલાવવામાં આવે છે.

બંધારણમાં શું ફેરફાર કરવા જઈ રહી છે પાકિસ્તાન સરકાર?

અત્યારે પાકિસ્તાનના કાયદા અનુસાર કલમ 179માં સુપ્રીમ કોર્ટના જજની સેવા વય 65 વર્ષની છે, જ્યારે કલમ 195માં, હાઈકોર્ટમાં જજ 62 વર્ષ સુધી પોતાના પદ પર રહે છે. સરકારના પ્રસ્તાવિત સંશોધનમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજની સર્વિસને ત્રણ વર્ષ વધારવામાં વાત કહેવામાં આવી છે. આ સિવાય સરકાર સુપ્રીમ કોર્ટના જજની નિમણૂકમાં પણ ફેરફાર પર વિચાર કરી રહી છે, જેમાં માત્ર સૌથી વરિષ્ઠ જજને ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવે છે. આ સિવાય કલમ 63-એ માં પણ સંશોધનનો પ્લાન છે, જે સાંસદોના પક્ષપલટા સંબંધિત છે.


Google NewsGoogle News