ઈઝરાયેલના હુમલામાં બંધક બનાવાયેલા 60 જેટલા ઈઝરાયેલીઓના મોતઃ હમાસનો દાવો

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
ઈઝરાયેલના હુમલામાં બંધક બનાવાયેલા 60 જેટલા ઈઝરાયેલીઓના મોતઃ હમાસનો દાવો 1 - image


Image Source: Twitter

તેલ અવીવ, તા. 5 નવેમ્બર 2023

હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં અત્યાર સુધીમાં 11000 લોકો જીવ ગુમાવી ચુકયા છે.

ઈઝરાયેલ ગાઝા પટ્ટી પરના હુમલા રોકવા માટે તૈયાર નથી. રોજે રોજ ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર બોમ્બ વરસાવી રહ્યુ છે ત્યારે હમાસની અલ કાસમ બ્રિગેડે દાવો કર્યો છે કે, ઈઝરાયેલની સેનાની એરસ્ટ્રાઈકમાં હમાસે બંધક બનાવેલા 60 થી વધુ ઈઝરાયેલી નાગરિકોના મોત થયા છે.

અલ કાસમ બ્રિગેડ હમાસની લશ્કરી પાંખ છે.તેના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકીને ઉપરોકત જાહેરાત કરી હતી. તેના પ્રવકતાએ કહ્યુ હતુ કે, સાત ઓકોટબરથી ઈઝરાયેલે શરુ કરેલા જંગાલિયતભર્યા બોમ્બ મારામાં ઈઝરાયેલના 60 કરતા વધારે બંધક નાગરિકો માર્યા ગયા છે. 23ના મૃતદેહ ઈઝરાયેલી હુમલામાં બરબાદ થઈ ગયેલી ઈમારતોના કાટમાળમાં ફસાયેલા છે. એવુ લાગે છે કે, ઈઝરાયેલની ક્રુર આક્રમકતાના કારણે આ મૃતદેહો સુધી અમે ક્યારેય નહીં પહોંચી શકીએ.

ઉલ્લેખનીય છે કે, સાત ઓકટોબરે કરેલા આતંકી હુમલામાં હમાસે ઈઝરાયેલ અને વિદેશના 240 કરતા વધારે આતંકીઓને બંધક બનાવ્યા છે.જેમને છોડવા માટે ઈઝરાયેલ પહેલા દિવસથી મંગ કરી રહ્યુ છે.

સાથે સાથે હમાસે એવો પણ દાવો કર્યો છે કે, અમે માનવીય કારણોસર બે બંધકોને મુક્ત કરવા માટે ઓફર કરી હતી પણ ઈઝરાયેલે આ ઓફર પણ ફગાવી દીધી છે.

તેની સામે ઈઝરાયેલે દાવો કર્યો છે કે, હમાસના લડાકુઓએ હોસ્પિટલો, યુનિવર્સિટી જેવી જગ્યાઓને ઢાલ બનાવી છે અને લોકો માટે જીવન જરુરિયાતની વસ્તુઓનો ઉપયોગ હમાસના લડાકુઓ પોતે કરી રહયા છે.



Google NewsGoogle News