'પાછા જાવ, સત્તા છોડો' યુનુસ સામે યુએસમાં અસામાન્ય દેખાવો : હિન્દૂઓ પર થતા જુલ્મોનો વ્યાપક વિરોધ થયો
- મોદીને ભારતીયોએ જબ્બર આવકાર આપ્યો : બીજી બાજુ...
- શેખ હસીનાએ સત્તા છોડી પછી 8 ઓગસ્ટે મુહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં સત્તાના સૂત્રો સંભાળી લીધા
ન્યૂયોર્ક : સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં હાજરી આપવા અહીં આવી પહોંચેલા બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડાપ્રધાન મુહમ્મદ યુનુસ સામે તેમના જ દેશવાસીઓએ જબ્બર દેખાવો યોજ્યા હતા, અને 'પાછા જાવ, સત્તા છોડો' તેવા લખાયેલાં પ્લેકાર્ડઝ સાથે તેવા જ નારાઓ લગાવવા શરૂ કરી દીધા હતા. આ સમયે સહજ રીતે જ માર્ગોની બાજુએ ઉભેલા ન્યૂયોર્કવાસીઓ તુલના કરી રહ્યા હતા કે એક તરફ નરેન્દ્ર મોદીને આવકારવા પચ્ચીશ હજારથી વધુ ભારતીઓ ઉપસ્થિત રહ્યા હતા, તો બીજી તરફ બાંગ્લાદેશના વડાપ્રધાનને ધિક્કારતા હજ્જારો બાંગ્લાદેશવાસીઓએ 'પાછા જાવ, સત્તા છોડો'ના નારા લગાવવા શરૂ કર્યા હતા. વિદેશનાં દૂતાવાસોએ પણ તેની નોંધ લીધી.
કહેવાની જરૂર જ નથી કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારો અને તેઓનાં સેંકડો મંદિરો ધ્વસ્ત કરાઈ રહ્યાં છે.
ઉલ્લેખનીય તે પણ છે કે, આ દેખાવકારોમાં માત્ર હિન્દુઓ જ હતા, તેવું ન હતું અનેક બાંગ્લાદેશી મુસ્લીમો પણ તે દેખાવકારો સાથે જોડાયા હતા.
યુનુસ સામે થયેલા દેખાવોમાં ભાગ લઈ રહેલા એક દેખાવકારે પત્રકારોને કહ્યું હતું કે, 'યુનુસે ગંદા રાજકારણ' દ્વારા દેશમાં સત્તા પ્રાપ્ત કરી છે. તેમણે ગેરકાયદે અને ગેરબંધારણીય રીતે સત્તા મેળવી છે. તેમણે સત્તા પ્રાપ્ત કર્યા પછી અનેક લોકો માર્યા ગયા છે કે ત્યાંથી ગૂમ થઈ ગયા છે.
એક અન્ય દેખાવકારે કહ્યું હતું કે, 'બાંગ્લાદેશના ૧૧ કરોડ અને ૭૦ લાખ જેટલા લોકોનું પ્રતિનિધિત્વ એક બિન ચૂંટાયેલી વ્યક્તિ કરી જ કેમ શકે ?' તે ચૂંટાયેલા નથી, તેને તો રમખાણકારી વિદ્યાર્થીઓએ સત્તા પર બેસાડી દીધા છે. તેને લઘુમતિઓની કે કોઈની પણ દરકાર નથી. તે ગેરકાયદેસર સત્તા સ્થાને બેસી ગયો છે.
તે સર્વવિદિત છે કે મૂળભૂત રીતે પાકિસ્તાને જ 'પાળી-પોષી' અને આંધળો ધર્મ ઝનૂનનો નશો ચઢાવી વિદ્યાર્થીઓને શેખ હસીનાની સરકાર સામે રણે ચઢાવ્યા હતા. પરિણામે દેશમાં વ્યાપક રમખાણો શરૂ થયાં. તોફાનોમાં ૨૦૦થી વધુનાં મૃત્યુ પણ થયાં છેવટે શેખ હસીનાએ ૮મી ઓગસ્ટે ત્યાગપત્ર આપી દેશવટો લેતાં તે રમખાણકારી વિદ્યાર્થીઓના નેતાઓએ મુહમ્મદ યુનુસને વડાપ્રધાન પદે સ્થાપી દીધા છે.
વડાપ્રધાન મોદી યુનુસને મળવાના નથી. વિદેશમંત્રી જયશંકર તેમને મળશે. પ્રમુખ બાયડેન સાથેની યુનુસની મુલાકાત થોડા સમય પૂરતી જ અને ઔપચારિક રહી.
યુનુસ સામે તેમના દેશમાં જ લઘુમતિઓ હિન્દુ, શિખ, ઇસાઇ, પારસી વગેરેની સલામતી અને મ્યાનમારમાંથી તથા થાઈલેન્ડમાંથી હાંકી કઢાયેલા ૧૨ લાખ રોહિંગ્યા મુસ્લીમોનો પ્રશ્ન છે. અત્યારે જ વસ્તી વિસ્ફોટનો સામનો કરતાં બાંગ્લાદેશમાં માથાનો દુ:ખાવો બની રહ્યાં છે.