વિજ્ઞાનીઓની ભયંકર ચેતવણી! અમેરિકામાં ગમે તે ક્ષણે આવી શકે છે મોટો ભૂંકપ, સૈન એન્ડ્રેયાસ ફૉલ્ટમાં હલચલ
Image Wikipedia |
San Andreas fault USA : વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે, અમેરિકાના કેલિફોર્નિયા વિસ્તારમાં ખૂબ જ જોરદાર ભૂકંપ આવવાનો છે. અહીં હાજર સાન એન્ડ્રેસ ફોલ્ટના એક ભાગમાં સતત ધરતીકંપના આંચકા જોવા મળી રહી છે. જમીનની નીચે હલચલ થઈ રહી છે. જોકે, આ હલચલ ફોલ્ટના એક ભાગમાં એટલે કે પાર્કફિલ્ડ સેક્શનમાં થઈ રહી છે. પરંતુ વિજ્ઞાનીઓને ડર છે કે, તેના કારણે મોટો ભૂકંપ આવી શકે છે.
અહીં દર 22 વર્ષે ભૂકંપ આવે છે
વિજ્ઞાનીઓએ કહ્યું કે જમીનની નીચે ફોલ્ટ તુટી અને જોડાઈ રહ્યો છે. જેના કારણે સતત ભૂંકપના આંચકા નોંધાઈ રહ્યા છે. પાર્કફિલ્ડ સેક્શન મધ્ય કેલિફોર્નિયામાં આવેલુ છે. અહીં દર 22 વર્ષે ભૂકંપ આવે છે. ગત વર્ષ 2004માં અહીં ભયાનક ભૂકંપ આવ્યો હતો. જોકે હાલમાં સમગ્ર ફોલ્ટમાં હલચલ નથી પરંતુ વિજ્ઞાનીઓ સતર્ક છે.
અમેરિકામાં કોઈ પણ સમયે ભૂકંપ આવી શકે છે: વિજ્ઞાનીઓ
વિજ્ઞાનીઓએ તાજેતરમાં જ કરેલા એક સર્વેને 'ફ્રન્ટીયર્સ ઇન અર્થ સાયન્સ' માં પ્રકાશિત કર્યો છે. આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકામાં કોઈ પણ સમયે ભૂકંપ આવી શકે છે, પરંતુ તેનું કેન્દ્ર 2004માં આવેલા ભૂકંપના કેન્દ્રથી અલગ હોઈ શકે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિયોફિઝિક્સ એન્ડ વોલ્કેનોલોજીના ડાયરેક્ટર લુકા મલાનિનીએ કહ્યું કે, વિજ્ઞાનીઓ માટે હજુ પણ એ અંગે જાણવું મુશ્કેલ છે, કે ભૂકંપ ક્યારે આવી શકે છે.
શા માટે સાન એન્ડ્રેસ ભૂકંપનું કેન્દ્ર બને છે?
સાન એન્ડ્રેસ ફોલ્ટ પેસિફિક અને નોર્થ અમેરિકન ટેકટોનિક પ્લેટો વચ્ચે છે. પાર્કફીલ્ડની દક્ષિણમાં ફોલ્ટ બંધ છે. એટલે કે અહીં બંને પ્લેટમાં કોઈ જ મુવમેન્ટ નથી જોવા મળતી. પરંતુ સાન એન્ડ્રેસ ફોલ્ટમાં ઉત્તર તરફ હિલચાલ છે. આ દર વર્ષે દોઢ ઇંચ જેટલી ખસે છે. પાર્કફિલ્ડ એ બે પ્લેટ વચ્ચેનો ભાગ છે.