દુનિયામાં શાંતિની જવાબદારી લેનાર UN શા માટે નથી રોકી શકતું ઈઝરાયલ-પેલેસ્ટાઈનનું યુદ્ધ? જાણો તેની નિષ્ફળતાનું કારણ

ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનના યુદ્ધએ હવે ભયાનક સ્વરૂપ લીધું છે

પરંતુ દુનિયામાં શાંતિની જવાબદારી લેનાર યુનાઇટેડ નેશન્સ હાલ આ બધાથી બહાર છે

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
દુનિયામાં શાંતિની જવાબદારી લેનાર UN શા માટે નથી રોકી શકતું ઈઝરાયલ-પેલેસ્ટાઈનનું યુદ્ધ? જાણો તેની નિષ્ફળતાનું કારણ 1 - image


UN role in Peacekeeping: શાંતિની વાત આવતા જ UNનું નામ સામે આવે છે. તે ગરીબ દેશોને મદદ કરે છે. યુદ્ધ પ્રભાવિત દેશોને મિત્રતા માટે અપીલ કરે છે. UNનો પ્રભાવ એટલો છે કે દેશો તેની સદસ્યતા લેવા માટે પ્રયત્નો કરે છે. પણ સવાલ એ છે કે શાંતિના દાવા કરનાર UN ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનના યુદ્ધની સ્થિતિમાં ક્યાં છે? શું તે પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં મધ્યસ્થી કરી રહ્યો છે કે પછી લોકોને કોઈ પ્રકારની મદદ કરી રહ્યો છે?

હાલની પરિસ્થિતિ શું છે?

તાજેતરમાં, યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ની 90 મિનિટ લાંબી બેઠક યોજાઈ હતી, જેમાં આ યુદ્ધ પર ચર્ચા કરવામાં આવી હતી. 15 દેશોએ મળીને હમાસની નિંદા કરી અને ઈઝરાયેલ સાથે શાંતિની અપીલ કરી, તેનાથી વિશેષ કંઈ જ નહી. UNની અપીલ હવામાં લટકતી રહી. અહીં યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ આવી જ સ્થિતિ બની હતી. UN આ કહેતું રહ્યું અને યુદ્ધ હજી ચાલુ છે.

બે દેશના યુદ્ધમાં UN શા માટે બને છે મધ્યસ્થી

વર્ષ 1945માં UNની રચના થઈ ત્યારથી તેનો મુખ્ય ઉદ્દેશ્ય શાંતિ જાળવવાનો હતો. વિશ્વએ ટૂંકા ગાળામાં બે વિશ્વયુદ્ધોનો ભોગ લીધો હતો. આવી સ્થિતિમાં શક્તિશાળી દેશોએ સાથે મળીને નક્કી કર્યું કે એક સંગઠન બનાવવું જોઈએ અને કામ કરવું જોઈએ. આ સાથે, જે દેશો યુદ્ધ કરવા માગે છે તેમના પર શાંતિ માટે દબાણ લાવવું જોઈએ.

50 દેશોથી થઈ શરૂઆત 

UNમાં શરૂઆતમાં 50 સભ્ય દેશો હતા. જે બે બાબતો પર ફોકસ કરે છે, એક તો યુદ્ધથી બચવું અને બીજી બાબત છે હ્યુમન રાઈટ્સની રક્ષા કરવી. ધીમે ધીમે હવે UNમાં 193 દેશ સામેલ થયા છે. 

શાંતિસ્થાપનાની જવાબદારી છે આ સભ્યોની

UN એક સિક્યુરિટી કાઉન્સિલ છે જેમાં 15 સભ્ય છે. કોઈન પણ દેશને અટકાવવો તેમજ જે-તે દેશમાં મીલીટરી દખલ પણ આપી શકે એટલું આ સંગઠનને શક્તિશાળી માનવામાં આવે છે. 

UNમાં આ સભ્યોના કારણે વિવાદ પણ સર્જાયો 

એવું વારંવાર કહેવામાં આવે છે કે સિક્યુરિટી કાઉન્સિલ મોટા દેશોની ભૂલોને અવગણે છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે દુનિયામાં શાંતિની અપીલ કરતી આ સંસ્થામાં કાયમી સભ્યો એ દેશ છે જેમણે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ખુબ હિંસા કરી હતી. જેમાં અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાંસ અને રશિયાનો સમાવેશ થાય છે. 

શું UN યુદ્ધ અટકાવી શકે છે? 

આમ જોઈએ તો આ સંગઠન યુદ્ધ અટકાવી શકે નહી. સૌથી પહેલું જ ઉદાહરણ જોઈએ તો વર્ષ 1948માં યહૂદી દેશ બનવામાં કારણે ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે સંઘર્ષ શરુ થયો. તેના ત્રણ જ વર્ષની અંદર હજારો નાગરિકો મર્યા અને પેલેસ્ટાઇનના લાખો લોકો શરણાર્થી બન્યા. UNની સિક્યુરિટી કાઉન્સીલ દ્વારા આ બાબતે ધણી વખત આ લડાઈનો અંત લાવવાના પ્રયત્નો હજુ પણ ચાલુ જ છે. 

- રશિયા અને યુક્રેન યુદ્ધમાં પણ તેણે મધ્યસ્થી બનીને અટકાવવાની કોશિશ કરી પણ ફાયદો ન થયો. 

- આ જ રીતે ઈરાક અને ઈરાન વચ્ચે પણ 8 વર્ષ યુદ્ધ ચાલ્યું અને 10 લાખ લોકોનો જીવ ગયો પણ UN એ યુધ્ધમાં પણ ન અટકાવી શક્યું.

- અમેરિકા અને વિયેતનામનું યુદ્ધ અટકાવવા તે નિષ્ફળ રહ્યું. 

- સોમાલિયા જેવા ઘણા આફીરીકી દેશોના ગૃહયુદ્ધમાં સિક્યુરિટી કાઉન્સીલને નિષ્ફળતા જ મળી છે. 

આ બધી નિષ્ફળતાનું કારણ શું?

મોટા અને શક્તિશાળી કહી શકાય તેવા 2-4 દેશો પાસે બધી જ સત્તા રહી જાય છે. હાલમાં એ પાવર અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાંસ પાસે છે. આ બધા દેશ પોતના નિયમો ચલાવે છે. જેમકે કોઈ એક દેશ બીજન સપોર્ટ કરશે તો બીજો દેશ અન્યને કરશે. આ રીતે UN સિક્યુરિટી કાઉન્સીલ કોઈ મહત્વનો નિર્ણય લઇ શકતું નથી. 

UNનું કાર્ય શું?

હાલ UNનું કામ યુદ્ધનો સામનો કરી રહેલા અથવા તો ગરીબ દેશોને ભોજન, પાણી તેમજ દવાઓ જેવી પ્રાથમિક સેવાઓ આપવાનું છે. તેમજ UN આર્થિક સહાયતા પણ કરે છે. પણ યુદ્ધ અટકાવ્યું હોય એવું અત્યાર સુધી જોવા મળ્યું નથી. 

ગાઝા માટે UN એ શું કર્યું?

યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી પેલેસ્ટાઈનમાં પહેલેથી જ એક્ટીવ છે. અહીં લગભગ 13 હજાર નેશનલ અને ઇન્ટરનેશનલ સ્ટાફ છે, જે લોકોને કેમ્પમાં લઈ જઈ રહ્યા છે. ભોજન અને તમામ પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડે છે. મોબાઈલ ટોઈલેટ બનાવવામાં આવ્યા છે. કેમ્પની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. UN પીસકીપિંગ મિશન પણ ભયભીત થયેલા લોકોને બહાર આવવામાં મદદ કરી રહ્યું છે. આ ઉપરાંત UN દાવો કરે છે કે તેના લોકો ઇઝરાયેલ-લેબનોન સરહદ પર ચોવીસ કલાક કામ કરે છે.

હ્યુમેનિટેરિયન કોરિડોર બનાવવામાં આવી રહ્યું છે 

UNની પોતાની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ ઈઝરાયલે ગાઝા જવાના તમામ માર્ગો બંધ કરી દીધા હતા. જેના કારણે હ્યુમન રાઈટ્સના કાર્યકર્તાઓ અને નવું સપ્લાય પણ અહીં પહોંચી શકતું નથી. દરમિયાન, UNની ઘણી એજન્સીઓ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન હ્યુમેનિટેરિયન કોરિડોર બનાવીને ત્યાં પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. 

હાલ આ યુધ્ધના મામલે UN થઇ રહ્યું છે ટ્રોલ 

હજુ સુધી સંઘ તરફથી શાંતિ પર કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. માત્ર સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે એક નિવેદન આપ્યું છે, જેમાં તેઓ ઇઝરાયલને કાયદા મુજબ કાર્યવાહી કરવા વિનંતી કરી રહ્યા હોવાનું જણાય છે. આ મામલે યુએનને પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. મુસ્લિમ દેશોના નેતાઓ આ ટ્રોલિંગમાં સૌથી આગળ છે, જેઓ યુએનને નકામું ગણાવી રહ્યા છે અને તેને નાબૂદ કરવાની વાત પણ કરી રહ્યા છે.

દુનિયામાં શાંતિની જવાબદારી લેનાર UN શા માટે નથી રોકી શકતું ઈઝરાયલ-પેલેસ્ટાઈનનું યુદ્ધ? જાણો તેની નિષ્ફળતાનું કારણ 2 - image


Google NewsGoogle News