ગાઝામાં યુએનની સહાયક સંસ્થામાં કામ કરતા નિવૃત્ત કર્નલ કાલેના નિધન અંગે વિદેશ મંત્રાલયનું નિવેદન

Updated: May 16th, 2024


Google NewsGoogle News
ગાઝામાં યુએનની સહાયક સંસ્થામાં કામ કરતા નિવૃત્ત કર્નલ કાલેના નિધન અંગે વિદેશ મંત્રાલયનું નિવેદન 1 - image


- કાલેનાં અસ્થિ ભારતમાં લાવવામાં ભારતે તેલ અવીવ તથા રામલ્લાહ સ્થિત દૂતાવાસોએ ઘણી સહાય કરી છે

નવી દિલ્હી : યુએનની સહાયક સંસ્થાનું ગાઝામાં કામ કરી રહેલા ભારતના નિવૃત્ત કર્નલ વૈભવ અનિલ કાલેના નિધન અંગે વિદેશ મંત્રાલયે અત્યંત દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે 'અમે તે અંગે યુએન સ્થિત આપણા પરમેનન્ટ મિશન' મિશનને તથા તેલ અવીવ અને રામલ્લાહ (પેલેસ્ટાઇની પાટનગર) સ્થિત આપણા દૂતાવાસોને કર્નલ (નિવૃત્ત)નાં 'અસ્થિ' ભારત લાવવામાં સહાય કરવા જણાવી દેવાયું છે.

ઉલ્લેખનીય છે કે, યુએન ડીપાર્ટમેન્ટ ઓફ સેફટી એન્ડ સિક્યોરિટી (ડીએસએસ)માં કો-ઓર્ડીનેટર ઓફીસર (સંકલન અધિકારી) તરીકે કામ કરતા કર્નલ (નિ.) વૈભવ અનિલ કાલેનું વાહન પણ ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં મિસાઇલ હુમલાનો ભોગ બનતાં તેઓનું મે મહીનાની ૧૩મી તારીખે નિધન થયું હતું.

આ અંગે વિદેશ મંત્રાલયનાં નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમો તેઓનાં કુટુમ્બીજનોને તથા તેમના સંબંધીઓને અમો અંતરથી આશ્વાસન પાઠવીએ છીએ.

આ સાથે વિદેશ મંત્રાલયે પત્રકારોને જણાવ્યું હતું કે ન્યૂયોર્ક સ્થિત યુએનનાં આપણા કાયમી દૂતાવાસને તેમજ તેલ અવીવ અને રામલ્લાહ સ્થિત આપણા દૂતાવાસોને તેઓના અસ્થિ ભારતમાં લાવવામાં સહાય કરવા વિનંતિ કરી દીધી છે. આ ઉપરાંત આ ઘટના કઈ રીતે બની તે વિષે પણ તપાસ કરવા અમે સંબંધિત સત્તાવાળાઓને જણાવી દીધું છે.


Google NewsGoogle News