ગુજરાત ભરૂચના ઈકબાલ બ્રિટનમાં અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યાં, હાઉસ ઓફ લોર્ડ્સમાં જમાવશે ધાક

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
Britain Elections 2024: Iqbal Hussain Mohamed


Britain Elections 2024: બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં જબરદસ્ત જીત મેળવ્યા બાદ બ્રિટનના નવા પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે તેમની નવી કેબિનેટ જાહેર કરી દીધી છે. જેમાં નવી સરકારમાં ભારતીય મૂળના એક સાંસદનો ભારે દબદબો જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચના ઈકબાલ મોહમ્મદ અમદાવાદીએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી હતી. તે વેસ્ટ યોર્કશાયરના ડ્યૂઝબરી અને બેટલે મતવિસ્તારથી ઉમેદવારી નોંધાવી હતી. તે મૂળ ભરૂચના ટંકારિયા ગામના રહેવાસી છે.

ઉલ્લેખનીય છે કે વેસ્ટ યોર્કશાયરમાં 1907 પછી પહેલીવાર કોઈ અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીત્યા છે. ડ્યૂજબરી અને બેટલે મતવિસ્તારમાં ઈકબાલ મોહમ્મદની શાનદાર જીત રહી હતી. તેમને વેસ્ટ યોર્કશાયર બેઠક પર 41 ટકા મત મળ્યા છે.

આ પણ વાંચો:  ભારતીય મૂળના આ નેતાનો બ્રિટનમાં દબદબો, નવી સરકારમાં સંભાળશે મહત્ત્વના મંત્રાલયો


આગ્રામાં જન્મેલા આલોક હવે હાઉસ ઓફ લોર્ડ્સમાં બેસશે

ભારતીય મૂળના કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ સાંસદ આલોક શર્મા હવે હાઉસ ઓફ લોર્ડ્સમાં બેસશે. બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સે તેમને અપર હાઉસ માટે નોમિનેટ કર્યા છે. તેમણે તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં આ વખતે સાંસદની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. આગરામાં જન્મેલા 56 વર્ષીય આલોક શર્માએ બે વર્ષ પહેલાં જળવાયું શિખર સંમેલનના અધ્યક્ષ તરીકે આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

લેબર પાર્ટીની પ્રચંડ જીત

બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં સ્ટાર્મરની લેબર પાર્ટીને પ્રચંડ જીત મળી છે. 14 વર્ષો સુધી વિપક્ષમાં રહ્યા બાદ લેબર પાર્ટીએ તોફાની વાપસી કરી હતી અને લેબર પાર્ટીના આ તોફાનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સૂપડા સાફ થઇ ગયા હતા. નોંધનીય છે કે, ચૂંટણીમાં લેબર પાર્ટીને 650માંથી 410 બેઠકો પર જીત મળી છે.

ગુજરાત ભરૂચના ઈકબાલ બ્રિટનમાં અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યાં, હાઉસ ઓફ લોર્ડ્સમાં જમાવશે ધાક 2 - image


Google NewsGoogle News