Get The App

અમેરિકામાં વહેલી સવારે યુનાઈટેડ હેલ્થકેર કંપનીના CEOની ગોળી મારી હત્યા, હુમલાખોર ફરાર

Updated: Dec 5th, 2024


Google News
Google News
અમેરિકામાં વહેલી સવારે યુનાઈટેડ હેલ્થકેર  કંપનીના CEOની ગોળી મારી હત્યા, હુમલાખોર ફરાર 1 - image


United Health CEO died in Firing : અમેરિકાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં સ્વાસ્થ્ય ક્ષેત્રની દિગ્ગજ કંપની યુનાઈટેડ હેલ્થકેરના સીઇઓની ગોળી મારી હત્યા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. તેમને મેનહેટ્ટનમાં એક હોટેલની બહાર બુધવારે ગોળી મારવામાં આવી હતી. પોલીસે આ ટારગેટ કિલિંગનો મામલો ગણાવ્યો છે. 

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ 

જોકે આ ઘટનાનો સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમને પાછળથી આવેલો હુમલાખોર ગોળી મારતો દેખાય છે.  

ક્યારે કરાઈ હત્યા?  

બ્રાયન થોમ્પસન (Brian Thompson) ને મેનહેટ્ટનની હોટેલની બહાર સવારે 6:45 વાગ્યે ગોળી મારી દેવામાં આવી હતી. તે આ હોટેલમાં કંપનીના વાર્ષિક ઈન્વેસ્ટર કોન્ફ્રેન્સમાં સામેલ થવા ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. 

પોલીસે શું કહ્યું? 

પોલીસે કહ્યું કે હુમલાખોર હાલમાં ફરાર છે અને આ હુમલો કેમ કરવામાં આવ્યો અને તેમની કેમ હત્યા કરાઈ તેનું કારણ હજુ અકબંધ છે અને આ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય ક્ષેત્રની દિગ્ગજ કંપની યુનાઈટેડ હેલ્થ ગ્રૂપ ઈંકની વીમા કંપની યુનાઈટેડ હેલ્થકેરની બુધવારે સવારે ન્યૂયોર્ક શહેરમાં રોકાણકારો સાથે વાર્ષિક બેઠક થવાની હતી એટલા માટે તે ત્યાં ગયા હતા. 

Tags :
United-Health-CEOdied-in-FiringUnited-Health

Google News
Google News