Get The App

વિશ્વભરમાં ઉજવાતા હોળી જેવાં અનોખા તહેવારો, ક્યાંક કાદવ તો ક્યાંક ટામેટાથી કરે છે ઉજવણી

Updated: Mar 25th, 2024


Google NewsGoogle News
વિશ્વભરમાં ઉજવાતા હોળી જેવાં અનોખા તહેવારો, ક્યાંક કાદવ તો ક્યાંક ટામેટાથી કરે છે ઉજવણી 1 - image


Unique festivals like Holi are celebrated around the world: આપણે ત્યાં જેમ હોળી-ધૂળેટીમાં આનંદના રંગો વિખેરાય છે એમ વિશ્વભરમાં પણ આપણી હોળીની યાદ અપાવે એવા તહેવારો ઉજવાય છે. આપણે જેમ રંગોત્સવ ઉજવીને એ દિવસે રંગોનું ઈન્દ્રધનુષ ઉજવીએ છીએ એ જ રીતે વિશ્વભરમાં હોળી જેવા જ રમતિયાળ તહેવારોમાં લોકો અઢળક આનંદ માણે છે. અહીં એવા જ કેટલાક તહેવારોની તસવીરી ઝલક રજૂ કરી છે, જેને જોઈને આપણા હોળીના તહેવારનું વિદેશી વર્ઝન હોય એવી લાગણી થશે. કોઈના અંગો પર રંગોનો છંટકાવ કરીને પરવાર્યા હોય કે કોઈએ લગાવેલો રંગ સિસ્મિત સાથે અંગ પરથી ઉતારી લીધો હોય તો માણો એ અનોખા તહેવારની રંગત…

વાઈન ફાઈટ ફેસ્ટિવલ સ્પેનમાં શરાબનો સ્પ્રે 

સ્પેનના હારો શહેરમાં દર વર્ષે વાઈન ફાઈટ ફેસ્ટિવલ ઉજવાય છે. 29 જૂનના દિવસે સવારે સાત વાગ્યાથી શરૂ થતો આ ફેસ્ટિવલ મોડી રાત સુધી ચાલે છે. વાઈન કરતા પ્રમાણમાં સસ્તા ખાસ પ્રકારના આ દિવસ માટે બજારમાં ઉપલબ્ધ થતા શરાબની બોટલ લઈને લોકો રસ્તા ઉપર આવી પહોંચે છે. થાઈલેન્ડના પેલા પાણીના ફેસ્ટિવલની જેમ જ સામે મળનારું સ્વાગત શરાબની બોટલમાંથી શરાબની પિચકારી મારીને કરવામાં આવે છે. તેમાં ભાગીદાર થનારી દરેક વ્યક્તિએ વ્હાઈટ ટિ-શર્ટ કે શર્ટ પહેરીને જ આવવું પડે છે અને જ્યારે ફેસ્ટિવલની ઉજવણી પૂરી સુધીમાં ટિ-શર્ટનો નો કલર કલર બદલીને પક ટી થાય ત્યાં જાય છે. સ્થાનિક રૂઢિચૂસ્તો ધીમા સૂર આ તહેવારનો વિરોધ પણ કરે છે.

વિશ્વભરમાં ઉજવાતા હોળી જેવાં અનોખા તહેવારો, ક્યાંક કાદવ તો ક્યાંક ટામેટાથી કરે છે ઉજવણી 2 - image

લા ટોમાટિનોઃ સ્પેનનો પ્રાકૃતિક રંગોત્સવ!

છેક 1945થી સ્પેનમાં ઉજતાવો લા ટોમાટિનો ફેસ્ટિવલ વિશ્વનો સૌથી મોટું ટોમેટો ફેસ્ટિવલ છે. દર વર્ષે ઓગસ્ટના છેલ્લા બુધવારે યોજાતા આ તહેવારમાં ભાગ લેવા માટે આખા સ્પનમાંથી લોકો સ્પેનના બ્યુનોલ શહેરમાં ધામા નાખે છે. ફળોના ઉત્પાદન માટે જાણીતા થયેલા આ શહેરમાં કદાચ ફળોની ઉત્પાદકતા માટે જ લા ટોમાટિના ફેસ્ટિવલ યોજાતો હશે. હોળીની જેમ જ આ દિવસે સસ્હેજ પણ દુઃખ 1 લગાવ્યા વગર મોકળા મને દુશ્મને [પણ ટોમેટાથી લથપથ કરી શકાય છે. ઈચ્છા થાય એટલા અને ઈચ્છા થાય ત્યાં સુધી ટોમેટો ટોમેટો રમીને લોકો ગીતના તાલે થીરકે કે છે. છેને આ સ્પેનની હોળી?

સાઉથ કોરિયાનો કીચડ ફેસ્ટિવલ

સાઉથ કોરિયામાં દર વર્ષે જુલાઈમાં યોજાતો કીચડ ફેસ્ટિવલ હોળીની યાદ અપાવે એવો તહેવાર છે. બે દશકાથી શરૂ થયેલી આ ઉજવણી હવે વિશ્વભરમાં વિખ્યાત થઈ છે. લાખો લોકો કીચડ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સાઉથ કોરિયાના પાટનગર સીઓલમાં ભેગા થાય છે. બીચ જેવા સ્થળોએ ખાસ આ તહેવાર ઉજવવા માટે વિશેષ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવે છે. નદી કાંઠે અને તળાવ પાસે વિશેષ તૈયારી કરીને વિશેષ પ્રકારની માટીમાંથી બનેલો કાદવ તૈયાર કરવામાં આવે છે. ઉત્સાહી યંગસ્ટર્સના ગૃપ દ્વારા કાદવમાં કુસ્તી જેવી ગેઈમ્સનું આયોજન પણ થતું થતું હોય છે. શરીરને નુકસાન ન કરે એવી માટીમાંથી બનેલા કાદવને એકમેક ઉપર ઉછાળવાનો વર્ષમાં એક વખત આવતો મોકો કોણ જતો કરે!

રિઓ કાર્નિવલઃ વિશ્વને સૌથી મોટો ઉત્સવ

જીવનનો છેલ્લો શ્વાસ લેતા પહેલા એક વખત માણવા જેવા તહેવારમાં રિઓ કાર્નિવલને અગ્રતાક્રમ આપવામાં આવે છે. દર વર્ષે એક સપ્તાહ સુધી ચાલતો આ કાર્નિવલ વિશ્વભરના લોકોથી ઉભરાઈ પડે છે. સરેરાશ એક દિવસમાં 20 લાખ લોકો કાર્નિવલમાં ભાગ લેવા આવી પહોંચે છે. કાર્નિવલમાં કોઈ એક કાર્યક્રમ નહીં પણ કાર્યક્રમોની હારમાળા સર્જાય છે અને એ હારમાળા એટલી સપ્તરંગી હોય છે કે ત્યાં પહોંચનારો માણસ એ દિવસો પૂરતી દુનિયાની બાકીની બધી જ રંગત વિસારે પાડી દે છે. વિશ્વભરની સુંદરીઓ આ કાર્નિવલમાં એટલા રંગો વિખેરે છે કે પછી અન્ય તમામ રંગો ફિક્કા પડી જાય છે.

વિશ્વભરમાં ઉજવાતા હોળી જેવાં અનોખા તહેવારો, ક્યાંક કાદવ તો ક્યાંક ટામેટાથી કરે છે ઉજવણી 3 - image

ઈન્ટરનેશનલ પીલ્લો ફાઈટનો તહેવાર!

ઈન્ટરનેશનલ પીલ્લો ફાઈટ ડે વિશ્વભરના 130 શહેરોમાં 2જી એપ્રિલે મનાવાશે. રૂ જેવા મુલાયમ તકિયાની મદદથી એકબીજા સામે ફાઈલ કરવાની અને તેમાંથી રૂ નીકળી જાય ત્યાં સુધી એક-બીજાને વાગે નહીં તેમ લડાઈ લડવાની મજા છેલ્લા એકાદ દશકાથી વધી છે. ન્યૂયોર્ક અને લંડનમાં આ તહેવાર સવિશેષ લોકપ્રિય છે. આ દિવસે લોકો ખાસ ખરીદેલા નરમ મુલાયમ તકિયા હાથમાં લઈને રસ્તાઓ ઉપર ઉતરી આવે છે. નક્કી થયેલી જગ્યાએ એકઠાં થયા પછી ગમતી વ્યક્તિને તકિયો મારીને ફાઈટની શરૂઆત થાય છે અને મોડી રાત સુધી આ ફાઈલ ચાલું રહે છે.

વિશ્વભરમાં ઉજવાતા હોળી જેવાં અનોખા તહેવારો, ક્યાંક કાદવ તો ક્યાંક ટામેટાથી કરે છે ઉજવણી 4 - image


Google NewsGoogle News