Get The App

VIDEO: પીયૂષ ગોયલે મેટ્રોમાં જ જર્મન વાઇસ ચાન્સેલરને તતડાવ્યા, કોઈ જવાબ ન આપી શક્યા વિદેશી મહેમાન

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
Piyush Goyal and robert-habeck


Piyush Goyal and German Vice Chancellor Video: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પીયૂષ ગોયલ જર્મનીના વાઇસ ચાન્સેલર રોબર્ટ હેબેકને તતડાવતા જોવા મળે છે. બંને નેતાઓ વચ્ચેની ચર્ચા ચીન દ્વારા ભારતને જર્મન ટનલ બોરિંગ મશીનનું વેચાણ અટકાવવાના મુદ્દે ચાલી રહી છે. પીયૂષ ગોયલે જર્મનીના વાઈસ ચાન્સેલર સાથે દિલ્હી મેટ્રોમાં ચર્ચા કરતા સ્પષ્ટપણે કહ્યું કે, 'જો કોઈ સમસ્યા ઊભી થશે તો ભારત હવે જર્મની પાસેથી ખરીદી કરવાનું બંધ કરશે.' 

જર્મન વાઇસ ચાન્સેલર દિલ્હીમાં છે

જર્મનીના આર્થિક બાબતોના ફેડરલ મંત્રી  રોબર્ટ હેબેક સાતમી ભારત-જર્મની આંતરસરકારી વાટાઘાટોમાં ભાગ લેવા માટે દિલ્હીમાં છે. તેઓ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી દ્વારકા સ્થિત યશોભૂમિ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા.

બંને નેતાઓ વચ્ચે થઈ આ ચર્ચા 

દિલ્હી મેટ્રોમાં જર્મનીના મંત્રી રોબર્ટ હેબાચ અને ભારતીય મંત્રી પીયૂષ ગોયલે ટનલ બોરિંગ મશીન ખરીદવા અંગે ચર્ચા છે. આ મુલાકાત દરમિયાન પીયૂષ ગોયલે રોબર્ટ હેબેકને જણાવ્યું હતું, ભારત હેરેનકનેક્ટ નામની જર્મન કંપની પાસેથી ટનલ બોરિંગ મશીનો ખરીદી રહ્યું છે. જર્મન કંપની ચીનમાં મશીન બનાવે છે. પીયૂષ ગોયલે જર્મનીના મંત્રીને કહ્યું કે ચીન હવે ભારતને ટીબીએમના વેચાણમાં અવરોધ ઉભો કરી રહ્યું છે. આ વિક્ષેપ ભારતમાં મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને અસર કરી રહ્યો છે.

VIDEO: પીયૂષ ગોયલે મેટ્રોમાં જ જર્મન વાઇસ ચાન્સેલરને તતડાવ્યા, કોઈ જવાબ ન આપી શક્યા વિદેશી મહેમાન 2 - image


Google NewsGoogle News