ગાઝામાં માતા-પિતા પોતાના બાળકોને ખારું પાણી પીવડાવવા મજબૂર, UNICEFએ વ્યક્ત કરી ચિંતા

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની ભીષણ અસર...

માતા-પિતા સામે અન્ય કોઈ વિકલ્પો ઉપલબ્ધ ન હોવાથી મજબૂરી

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
ગાઝામાં માતા-પિતા પોતાના બાળકોને ખારું પાણી પીવડાવવા મજબૂર, UNICEFએ વ્યક્ત કરી ચિંતા 1 - image

image : IANS



UNICEF on Israel vs Hamas War | ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રની બાળકોને સહાય કરતી એજન્સી યુનિસેફ (UNICEF) એ એક મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે ગાઝામાં જરૂરી વસ્તુઓની ભારે અછતને પગલે લોકો તેમના બાળકોને ખારું પાણી પીવડાવવા મજબૂર થઈ ગયા છે. 

યુનિસેફના પ્રવક્તાએ આપી માહિતી 

યુનિફેસના પ્રવક્તા ટોબી ફ્રિકરે  (Toby Fricker) કહ્યું હતું કે ગાઝા સામે પડકારો વધતા જઈ રહ્યા છે. તે જે વસ્તુઓની અછતનો સામનો કરી રહ્યું હતું હવે તે નેક્સ્ટ લેવલ પર પહોંચી ગઈ છે. માનવીય સહાય અંગે પણ તેમણે કહ્યું કે ગાઝામાં પીડિતો સુધી માનવીય સહાય પહોંચાડવાનો પ્રયાસ શરૂ થઈ ગયો છે પણ આ માનવીય સહાયની સામગ્રી પહોંચી વળી શકે તેમ નથી. 

યુદ્ધવિરામ પર મૂક્યો ભાર

દરમિયાન યુનિસેફ વતી તેમણે કહ્યું કે ગાઝા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની તાંતી જરૂર છે કે જેથી કરીને માનવ સહાય પહોંચાડી શકાય. ઉલ્લેખનીય છે કે રવિવારે સંયુક્ત રાષ્ટ્રએ માહિતી આપી હતી કે 30થી વધુ ટ્રકો ભરીને માનવ સહાયની સામગ્રી ગાઝામાં પહોંચાડાઈ હતી જે મર્યાદિત સપ્લાયની મંજૂરી બાદથી ક્ષેત્રમાં પહોંચાડાયેલી સૌથી મોટી માનવીય સહાય હતી. 

ગાઝામાં માતા-પિતા પોતાના બાળકોને ખારું પાણી પીવડાવવા મજબૂર, UNICEFએ વ્યક્ત કરી ચિંતા 2 - image


Google NewsGoogle News