આ દેશમાં દરિયાની નીચેથી મળી બીજી દુનિયા, વિશાળ કબરો જોઈ ચોંકી ઉઠ્યા નિષ્ણાતો

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
આ દેશમાં દરિયાની નીચેથી મળી બીજી દુનિયા, વિશાળ કબરો જોઈ ચોંકી ઉઠ્યા નિષ્ણાતો 1 - image
Image Envato 

Underwater Graveyard and hospital: વિશ્વમાં કેટલીક જગ્યાઓ એવી હોય છે, જ્યાં આપણે જે વિચારતા હોઈએ છીએ તેનાથી કંઈક અલગ મળી આવે છે. પછી ભલેને તે ઘરનો કોઈ ખૂણો હોય કે પછી દરિયાની ઊંડાઈ. દરિયામાં જતા સંશોધકોને ક્યારેક કંઈક અલગ જ વસ્તુ હાથમાં આવતી હોય છે. પરંતુ એ વાતની કોઈએ અપેક્ષા પણ નહીં કરી હોય કે, તેમને અહીંથી બીજી દુનિયાનો રસ્તો મળશે.

દરિયામાં ડૂબકી મારતી વખતે જો તમને કોઈ ખતરનાક અથવા દુર્લભ દરિયાઈ જીવ મળી જાય તો નવાઈ લાગે, પરંતુ જો તમને અહીં બીજી જ દુનિયા જોવા મળે તો, તમારા  હોશ ઉડી જાય ને. આવું જ કંઈક એક પુરાતત્વવિદ્ સાથે થયું છે. એક રિપોર્ટ પ્રમાણે અમેરિકાના ફ્લોરિડામાં આવેલા  લેક ઓકીચોબીમાં (Lake Okeechobee)એક અલગ જ દુનિયાની શોધ થઈ છે.

દરિયાની નીચે કબરોની દુનિયા!

વર્ષ 2023ના મે મહિનામાં ડ્રાય ટોર્ટુગાસ નેશનલ પાર્કે (Dry Tortugas National Park) તરફથી જાહેરાત કરવામાં આવી કે, "ગાર્ડનકીની નજીકના એક ટાપુ પર એક હોસ્પિટલ અને કબ્રસ્તાન મળી આવ્યું છે". આ અંગે વિજ્ઞાનીઓએ કહ્યું કે, "આ એક ઐતિહાસિક કબ્રસ્તાન છે, જ્યાં કેટલાય લોકોને દફનાવવામાં આવ્યા હશે."  પુરાતત્વવિદ્ જોશ મારાનોએ કહ્યું છે કે, 'આ કબ્રસ્તાન જમીન ઉપર નહીં, પરંતુ પાણીની અંદર ઊંડાણમાં છે." આ સ્થળ વધુ રહસ્યમય અને ડરામણું બનાવી છે. હકીકતમાં દરિયાના પેટાળમાં એવા અનેક રહસ્યો છુપાયેલા છે. જે દર વર્ષે ક્યાંકને ક્યાંક જોવા મળે છે.

આખરે દરિયાની નીચે કોની છે આ કબરો...

પુરાતત્વ નિષ્ણાતોના કહેવા પ્રમાણે, આ કબરો કુખ્યાત કેદીઓની હોઈ શકે છે, તેના વિશે જાણવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોશ મારાનોનું કહેવું છે કે, આ કબરો અમેરિકન સૈનિકોની પણ હોઈ શકે છે, જેઓ ફોર્ટ જેફરસન ખાતે તહેનાત હતા. ત્યારે હોસ્પિટલમાં 1890-1900ના સમયગાળામાં 'યલો ફીવર' ના દર્દીઓની આ જ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવતી હતી. આ એ જ જગ્યા છે, જેનો ઉપયોગ 'અમેરિકન સિવિલ વોર' દરમિયાન કેદીઓને રાખવા માટે કરવામાં આવતો હતો. એટલે આ જગ્યા પર તેમના ત્રાસ અને પીડાદાયક મૃત્યુનું રહસ્ય છુપાયેલું છે.


Google NewsGoogle News