'કોઈપણ વિવાદને શાંતિપૂર્વક ઉકેલી નથી રહ્યું UN', ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે UNSCને ઘેર્યું

જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અંગ : રુચિરા કંબોજ

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
'કોઈપણ વિવાદને શાંતિપૂર્વક ઉકેલી નથી રહ્યું UN', ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે UNSCને ઘેર્યું 1 - image


Ruchira Kamboj Speech In UN : આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ઓપન ડિબેટનું આયોજન થયું હતું. આ દરમિયાન સંવાદ દ્વારા શાંતિ સ્થાપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં, વિવાદોના નિવારણ અને શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રાદેશિક, ઉપ-પ્રાદેશિક અને દ્વિપક્ષીય વ્યવસ્થાઓના યોગદાનની ચર્ચા કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે પણ વાત કરી હતી.  આ દરમિયાન તેણે પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા હતા.

જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અંગ : રુચિરા કંબોજ

રુચિરા કંબોજે સંવાદ દરમિયાન કહ્યું કે, હું કહેવા માટે બંધાયેલી છું કે પાકિસ્તાને ફરી એકવાર સુરક્ષા પરિષદના ઓગસ્ટ ફોરમનો દુરુપયોગ કરવાનો આશરો લીધો છે. તેમની ટિપ્પણીઓ પાયાવિહોણી છે અને તેથી તેને સંપૂર્ણપણે નકારી જોઈએ. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અંગ છે.

UNSCની અસરકારકતા ઘટી : રુચિરા કંબોજ

રુચિરા કંબોજે વધુમાં કહ્યું કે, વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. બહુપક્ષીય સંસ્થાઓમાં વિશ્વાસ પુનઃનિર્માણ કેવી રીતે કરવો તે અંગે પ્રામાણિક વાતચીત કરવી આપણા માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, યુએન ચાર્ટર કોઈપણ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવામાં સક્ષમ છે. આપણે પહેલા ઘણા ઉદાહરણો જોયા છે, જ્યાં દ્વિપક્ષીય ચર્ચાઓ વધુ અસરકારક રહી છે. જે ફોર્મ્યુલા આજે પણ આપણે અપનાવી શકયે છીએ અને વિશ્વ અનેક પડકારોનું નિરાકરણ લાવી શકાય છે. UNSC હાલ પહેલા જેટલું અસરકાર સાબિત થતું નથી પહેલા જે રીતે વાતચીતના આધારે મુદ્દાના નિરાકરણ થતા તે હવે આપણને જોવા મળતું નથી.



Google NewsGoogle News