યુએન ભારતનો વિકાસદર સુધારે છે વિકાસદર 6.2%ને બદલે 6.9% રહેશે
- જાહેર ક્ષેત્રમાં ભારે મોટું મૂડીરોકાણ થઈ રહ્યું છે : ખાનગી ક્ષેત્રમાં પણ મૂડીરોકાણ વધ્યું છે તેનું કારણ લોકોનો ઉપાડ વધ્યો છે તે છે
યુ.એન : ૨૦૨૪ના વર્ષ માટેનો ભારતનો વિકાસદર સંયુક્ત રાષ્ટ્રએ સુધારી ૬.૨%ને બદલે ૬.૯% કર્યો છે. આ માટે મુખ્ય કારણ જાહેર તેમજ ખાનગી ક્ષેત્રમાં વધેલું રોકાણ છે. તે વધતા મૂડી રોકાણનું કારણ લોકોને વધેલો 'ઉપાડ' (વપરાશ) છે, તેમ ગુરૂવારે સંયુક્ત રાષ્ટ્રોના 'ધ વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એજ ઓફ લિડ- ૨૦૨૪'માં જણાવાયું છે. જ્યારે ૨૦૨૫ના વર્ષમાં તે દર થોડો ઘટી ૬.૬% રહેવા સંભવ છે તેમ પણ તે અહેવાલ જણાવે છે. આ માટે કારણ દર્શાવતા અહેવાલ જણાવે છે કે, વાસ્તવમાં લોકોનો ઉપાડ (વપરાશ) જ વધ્યો છે તેથી જાહેર ક્ષેત્ર તેમજ ખાનગી ક્ષેત્રમાં મૂડી રોકાણ વધ્યું છે એમ લાગે છે કે, વિદેશની માંગ વધતા વ્યાપાર ઉદ્યોગમાં વધારો થયો છે. વિશેષત: ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ્સની નિકાસ વધી રહી છે તેથી તે ક્ષેત્રોમાં જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે.
વાસ્તવમાં આ વર્ષના જાન્યુઆરીમાં યુ.એન. દ્વારા તેની જીડીપીનો વિકાસ દર ૬.૨ ટકા જ અંદાજવામાં આવ્યો હતો. ધી યુએન વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટસ (ડબલ્યુ.ઇ.એસ.પી.) ૨૦૨૪નો રિપોર્ટ જાન્યુઆરી ૨૦૨૪માં રજૂ થયો ત્યારે ભારતનો વિકાસ દર ૬.૨ ટકા જ અંદાજવામાં આવ્યો હતો. પરંતુ પછીથી 'પબ્લિક ડીમાન્ડ' (લોકોની માંગ) વધતા જાહેર ક્ષેત્ર તેમજ 'સર્વિસ સેક્ટર'માં પણ ઉત્પાદન વધ્યું છે.
છેલ્લા અંદાજ પ્રમાણે ભારતની જીડીપી ૨૦૨૫માં ૬.૬ ટકા રહેવા સંભવ છે. ફુગાવાના દર અંગે આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તે ૨૦૨૩માં ૫.૬% હતો તે ૨૦૨૪માં ઘટીને ૪.૫ ટકા રહ્યો છે જે સેન્ટ્રલ બેંક (રિઝર્વ બેંક)ની મીડીયમ ટર્મ ટાર્ગેટ રેન્જ ૨થી ૬ ટકાની વચ્ચે રહેલો છે.
યુ.એન.નો આ અહેવાલ અન્ય દક્ષિણ એશિયાઈ દેશો વિષે જણાવે છે કે, તે પૈકી કેટલાક દેશોમાં વિકાસદર ૨૦૨૩થી ઘટી રહ્યો છે અને ૨૦૨૪માં તે વધુ ઘટતો જાય છે. માલદીવમાં તેમાં ૨.૨ ટકા ઘટાડો થયો હતો, જ્યારે ઇરાનમાં તો તેના વિકાસદર ૩૩.૫ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે જે થોડા સુધારા પછી ઘટતો રહ્યો છે. ૨૦૨૪માં ભારત તેમજ બાંગ્લાદેશમાં ખાદ્ય પદાર્થો ૨૦૨૪ના પહેલા ૩ મહિનામાં વધતા ગયા છે.
જો કે, ભારતમાં લેબર માર્કેટ (કામદાર સંપત્તિ)માં વધારો નોંધાયો છે. કામદાર વર્ગના પ્રદાનને લીધે પણ વિકાસદર ઉંચે જઈ રહ્યો છે.
મહેસુલી ખાધ ઘટાડવા સાથે વધુ મૂડીરોકાણ અંગેના ભારત સરકારના પ્રયાસો સતત ચાલુ જ રહ્યા છે. આ અહેવાલ વધુમાં જણાવે છે કે, દક્ષિણ એશિયાનો આર્થિક દેખાવ મજબૂત જ રહ્યો છે. ભારતનો પ્રબળ વિકાસ તેમજ પાકિસ્તાન અને શ્રીલંકામાં પણ થયેલી રીકવરી દ. એશિયાનો સરેરાસ વિકાસદર ૫.૮ ટકા રહેવા સંભવ છે જે જાન્યુ. ૨૦૨૪માં અંદાજેલા વિકાસદર કરતાં વધુ છે. જો કે, બાહ્ય અનિશ્ચિતતાઓની તે વિકાસદર ઉપર અસર થશે જ. રાતા સમુદ્રની માઠી અસર કરી શકે તેમ છે જ્યારે વૈશ્વિક અર્થતંત્ર ૨૦૨૪માં ૨.૭ ટકાના દરે (જાન્યુ.ના અંદાજ કરતા .૩ ટકા વધુ) અને ૨૦૨૫માં ૨.૮ ટકાના દરે (અંદાજિત દર કરતા ૦.૧% વધુ) વિકસી રહેલ છે તેમ પણ યુ.એન.નો આ અહેવાલ જણાવે છે.