ગાઝા પટ્ટી અંગેનો યુએનનો રીપોર્ટ પક્ષપાતી અને 'ડાઘ' ભરેલો છે : ઇઝરાયલી વિદેશ મંત્રાલય
- આ તે ઘા ઉપર મીઠું ભભરાવવા જેવું છે
- સંયુક્ત રાષ્ટ્રના રીપોર્ટમાં કહ્યું છે કે : ઇઝરાયલે માનવતા વિરુદ્ધ અપરાધો કર્યા છે જેમાં 'વિનાશ' પણ સામેલ છે
નવી દિલ્હી : ગાઝા પટ્ટીમાં છેલ્લા ૮ દિવસથી થઈ રહેલી કત્લે-આમ અંગે સંયુક્ત રાષ્ટ્રે તેના આયોગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા રીપોર્ટને ઇઝરાયેલે ફગાવી દીધો છે અને કહ્યું છે કે, 'વૈશ્વિક સંસ્થાનો તે રીપોર્ટ પક્ષપાતી અને 'ડાઘ' ભરેલો છે.' તે રીપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું છે કે, ગાઝામાં હમાસ સામેના યુદ્ધમાં ઇઝરાયેલે માનવતા વિરૂદ્ધ અપરાધ કર્યા છે, તેમાં 'વિનાશ' પણ સામેલ છે. જો કે, ઇઝરાયલી અને પેલેસ્ટાઇની શસ્ત્ર સમુહ બંનેએ ત્યાં માનવતા વિરૂદ્ધ અપરાધો કર્યા છે તેમ પણ તે રીપોર્ટમાં જણાવાયું છે.
બુધવારે સંયુક્ત રાષ્ટ્રના આયોગે સ્પષ્ટ કહ્યું છે કે, 'યુદ્ધ અપરાધો તે માનવતા વિરૂદ્ધના અપરાધો છે તેમજ ઇઝરાયેલે અન્ય અંતર રાષ્ટ્રીય કાનૂનોનું પણ ઉલ્લંઘન કર્યું છે. ગાઝામાં નાગરિકો અને તેમના નિવાસસ્થાનો ઉપર પણ મોટા પ્રમાણમાં થયેલા હુમલાઓનો પણ ઉલ્લેખ કરાયો છે. તેમાં વધુમાં જણાવાયું છે કે, ઇઝરાયેલી નાગરિકો ઉપર કૈં સતત મિસાઇલ હુમલા થતા નથી કે ન તો ત્યાં કોઈ લોકશાહી રાષ્ટ્ર આતંકી હુમલાનો બચાવ કરતા નથી.'
આ અંગે ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, 'આયોગનો તે રીપોર્ટ પક્ષપાતી અને ઇઝરાયલ વિરોધી માનસિકતાગ્રસ્ત તથા ડાઘ ભરેલો છે. આ રીપોર્ટ તો 'ઘા ઉપર મીઠું ભભરાવવા સમાન છે.'
તે સર્વવિદિત છે કે, ૭ ઓક્ટોબરે હમાસે દક્ષિણ ઇઝરાયલ ઉપર કરેલા હુમલામાં છેલ્લા આઠ મહિનામાં ૩૭,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા જેમાં મોટા ભાગના નાગરિકો હતા.
આ અંગે ૨૦૨૧માંયુ.એન.માં સ્થપાયેલી માનવ અધિકાર એજન્સીએ તપાસ હાથ ધરી હતી ઇઝરાયલ ઉપર માનવતા વિરૂદ્ધ અપરાધ અને વિનાશ વેરવાના તે એજન્સીએ ઇઝરાયલ ઉપર આક્ષેપો કર્યા હતા. જેથી ઇઝરાયલ ધૂંધવાયું છે.