Get The App

યુ.એન.: પેલેસ્ટાઇની પ્રદેશમાંથી ખસી જવા ઇઝરાયલને અપાયેલા આદેશના મતદાનમાં ભારતે ભાગ ન લીધો

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
યુ.એન.: પેલેસ્ટાઇની પ્રદેશમાંથી ખસી જવા ઇઝરાયલને અપાયેલા આદેશના મતદાનમાં ભારતે ભાગ ન લીધો 1 - image


- યુક્રેન પણ મતદાનથી દૂર રહ્યું તે આશ્ચર્યજનક છે

- ભારત સહિત જે 43 દેશોએ મતદાન ન કર્યું તેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, ઇટાલી, નેપાળ, યુ.કે. અને યુક્રેન પણ સમાવિષ્ટ છે

યુ.એન : ઇઝરાયલે, ગેરકાયદે કબ્જે કરેલા પેલેસ્ટાઇનના પ્રદેશમાંથી ખસી જવા આદેશ આપતા યુ.એન.ની મહાસભાએ પસાર કરેલા પ્રસ્તાવ પરના મતદાનમાં ભારતે ભાગ લીધો ન હતો. ભારત સહિત જે ૪૩ દેશોએ મતદાન ન કર્યું તેમાં ઑસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, ઇટાલી, નેપાળ, યુ.કે. અને યુક્રેન પણ સમાવિષ્ટ છે. સૌથી વધુ આશ્ચર્ય તો યુક્રેન મતદાનથી દૂર રહ્યું તેનું થાય છે.

બુધવારે યોજાયેલા ૧૪૩ દેશોના સમુહમાં, તે પ્રસ્તાવ તરફે ૧૨૪ મત પડયા હતા, ૧૪ તેની વિરૂદ્ધમાં પડયા હતા અને ૪૩ દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. આ પ્રસ્તાવ પ્રમાણે ઇઝરાયલને આગામી ૧૨ મહિનામાં તેણે કબ્જે કરેલા પેલેસ્ટાઇની પ્રદેશમાંથી ખસી જવા આદેશ આપવામાં આવ્યો છે.

આ પ્રસ્તાવની વિરૂદ્ધ સહજ રીતે ઇઝરાયલે તો મત આપ્યો જ હોય પરંતુ અમેરિકાએ પણ તે ઠરાવ વિરૂદ્ધ મત આપ્યો હતો. અમેરિકા તો સતત ઇઝરાયલને જ સમર્થન આપી રહ્યું છે. તે સર્વવિદિત છે તે ઠરાવમાં ઇસ્ટ- જેરૂસલેમ  અને વેસ્ટ લેન્ડમાં પણ ઇઝરાયલે પચાવી પાડેલા પ્રદેશમાંથી બાર  મહિનામાં ખસી જવા તેને આદેશ અપાયો છે. તેણે અંતર-રાષ્ટ્રીય નિયમોને  અનુસરવા જોઈએ તેમ પણ કહેવામાં આવ્યું છે.

યુક્રેને તે ઠરાવ ઉપરના મતદાનમાં ભાગ ન લીધો તે માટે કેટલાક વિશ્લેષણકારો કહે છે કે, 'તેમાં દર્શાવાયેલ ૧૨ મહિનાની મુદત સામે જ યુક્રેનને વાંધો હશે. જે યોગ્ય પણ છે. વાસ્તવમાં ઇઝરાયલને તે તમામ પ્રદેશો ખાલી કરી પેલેસ્ટાઇનને સોંપી દેવા જોઈએ પરંતુ પ્રશ્ન તે છે કે, તે સંભવિત બની શકશે ?'

ઇઝરાયલના યુ.એન. સ્થિત રાજદૂત ગિલાડ એરડાને આ ઠરાવને રાજકીય હેતુસરનો અને ઇઝરાયલની કાયદેસરતાને પડકારનારો કહ્યો હતો અને કહ્યું હતું કે, તે શાંતિ સ્થાપવામાં સહાયભૂત થવાને બદલે તે વિસ્તારમાં તંગદિલી વધારશે.


Google NewsGoogle News