રશિયન સૈનિકો સામે લડી રહેલા યુક્રેનના સૈનિકોને હવે અણધાર્યા દુશ્મનનો સામનો કરવાનો વારો આવ્યો

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
રશિયન સૈનિકો સામે લડી રહેલા યુક્રેનના સૈનિકોને હવે અણધાર્યા દુશ્મનનો સામનો કરવાનો વારો આવ્યો 1 - image

image : Socialmedia

કીવ,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં યુક્રેનના સૈનિકો રશિયાની સાથે સાથે એક અજીબો ગરીબ મોરચા પર પણ લડી રહ્યા છે.

અત્યારે શિયાળાની કાતિલ ઠંડીના માહોલ છે અને આમ છતા બંને દેશના સૈનિકો મોરચા પર તૈનાત છે. શિયાળાના કારણે યુક્રેનના સૈનિકો માટે ઉંદરો માથાનો દુખાવો બન્યા છે. આ અણધાર્યા દુશ્મનો યુક્રેનના સૈનિકોમાં ગંભીર બીમારીઓ ફેલાવવાની સાથે સાથે આર્મી ઓપરેશનમાં પણ વિઘ્ન નાંખી રહ્યા છે. આ સમસ્યાએ સૈનિકોને પહેલા વિશ્વ યુધ્ધના સંજોગોની યાદ દેવડાવી છે.

પહેલા વિશ્વ યુધ્ધમાં પણ ઉંદરો સૈનિકો માટે મુસીબત બન્યા હતા અને હવે યુક્રેનના સૈનિકો આ જ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટમાં મહિલા સૈનિકને ટાંકીને કહેવામાં આવ્યુ છે કે, આરામ કરી રહેલા સૈનિકોના કપડામાં ઉંદરો ઘૂસી જાય છે. તેમના હાથ પગના આંગળા કરડી ખાય છે. આ મહિલા સૈનિકોના ડગઆઉટમાં એક તબક્કે 1000 જેટલા ઉંદરો ઘૂસી ગયા હતા. અત્યારે એવી સ્થિતિ છે કે, યુધ્ધનો મોરચો ઉંદરો માટે પ્રજનનનુ મેદાન બની ગો છે. ઉંદરો ઠંડીમાં હૂંફાળી જગ્યા અને ભોજનની તલાશમાં સૈન્ય મોરચાઓ પર કોહરામ મચાવી રહ્યા છે.

માત્ર યુક્રેન જ નહી પણ રશિયન સૈનિકો પણ પથારીની નીચે, બેક પેક્સમાં, વીજલીના જનરેટરોમાં, તકીયાના કવારોમાં ઘૂસી ગયેલા ઉંદરોને પકડવાની તસવીરો શેર કરી રહ્યા છે.


Google NewsGoogle News