રશિયા સાથે યુધ્ધના સ્થાને શાંતિ માટે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ કર્યો ખુલાસો
પરમાણુ શસ્ત્રોના ઉપયોગની ધમકી ભરેલી કોઇ વાત સ્વીકારવામાં આવશે નહી.
જાપોરિજિયા સહિતના પરમાણુ સંયંત્રો યુક્રેનના નિયંત્રણમાં હોવા જોઇએ.
કિવ,૧૭ જૂન,૨૦૨૪,સોમવાર
સ્વિત્ઝર્લેન્ડમાં રશિયા અને યુક્રેનને લઇને શાંતિ શિખર સંમેલનનું આયોજન થયું હતું, યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા અઢી વર્ષથી યુદ્ધ ચાલે છે. યુક્રેનને નાટો સંગઠન અને પશ્ચિમી દેશોનું પીઠબળ હોવાથી રશિયા માટે યુદ્ધ જીતવું મુશ્કેલ બની ગયું છે. બંને દેશો વચ્ચે ખુંવારીનો આંક ઉંચો હોવાથી માનવીય કારણોસર યુદ્ધ વિરામ થાય તે વિશ્વશાંતિની દિશામાં ખૂબજ મહત્વનું છે તેનો વધુ એક પ્રયાસ સ્વિત્ઝર્લેન્ડમાં થયો છે.
આ અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમેર જેલેંસ્કીએ કેટલીક શરતો રાખતા જણાવ્યું હતું કે બાળકો અને નાગરિકો સહિત યુદ્ધના તમામ યુધ્ધ કેદીઓને જેમને ગેરકાયદેસર રીતે વિસ્થાપિત કરવામાં આવ્યા છે અથવા તો અરેસ્ટ કરવામાં આવ્યા છે. આ તમામને રશિયાએ યુક્રેનને પાછા આપવા જોઇએ. આ ઉપરાંત જાપોરિજિયા સહિતના પરમાણુ સંયંત્રો યુક્રેનના નિયંત્રણમાં હોવા જોઇએ. યુધ્ધમાં પરમાણુ શસ્ત્રોના ઉપયોગની ધમકી ભરેલી કોઇ વાત સ્વિકારવામાં આવશે નહી.
યુક્રેની રાષ્ટ્રપતિએ વૈશ્વિક ખાધ સુરક્ષાનો મુદ્વો ઉઠાવતા જણાવ્યું હતું કે ખાધ ઉત્પાદનો અને તેનો પુરવઠો વિશ્વમાં અન્ન સુરક્ષા માટે મહત્વનો છે. અન્નનો વેપાર પૂર્ણ રીતે મુકત અને સુરક્ષિત હોવો જોઇએ.આજોવ સાગરમાં સમુદ્રી બંદરગાહો સુધી સરળ પહોંચ હોય તે જરુરી છે. ખાધ સુરક્ષાને કોઇએ પણ હથિયારની જેમ ઉપયોગ કરવો જોઇએ નહી. યુક્રેની કૃષિ ઉત્પાદનો જરુરિયાતમંદો સુધી પહોંચવા જરુરી છે. ઉલ્લેખનીય છે ેકે રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઇમાં વિશ્વના અન્ન પુરવઠા પર પણ પ્રતિકૂળ અસર પડી છે.