રશિયાની એસ -૪૦૦ ડિફેન્સ સિસ્ટમ ભેદવાનો યુક્રેનનો દાવો, ભારત માટે પણ ચિંતાજનક સમાચાર
વિશ્વની શ્રેષ્ઠ ગણાતી એસ -૪૦૦ ભારતે પણ રશિયા પાસેથી ખરીદી છે
યુક્રેને ડિફેન્સ સિસ્ટમ અમેરિકા તરફથી મળેલા રોકેટની મદદથી તોડી
કિવ,૧૩ જૂન,૨૦૨૪,ગુરુવાર
દુનિયામાં સૌથી બહેતરિન ગણાતી રશિયાની એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને તોડવાનો યુક્રેને દાવો કર્યો છે. ક્રિમિયામાં આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અમેરિકા તરફથી મળેલા રોકેટની મદદથી તોડી છે. ભારત માટે ચિંતાજનક બાબત એ છે કે રશિયા પાસેથી એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમ ખરીદેલી છે જેને અત્યાર સુધી અભેદ માનવામાં આવતી હતી.ફોર્બ્સના એક અહેવાલ અનુસાર યુક્રેનની આર્મીએ મે મહિનામાં ૧૦ આર્મી ટેકનિકલ મિસાઇલ સિસ્ટમ રોકેટની મદદથી ક્રિમિયા ઉપર હુમલો કર્યો હતો.
જેમાં રશિયાની એસ -૪૦૦ ડિફેન્સ સિસ્ટમના ૨ લોન્ચર અને ૧ રડારનો નાશ થયો હતો.આ ઉપરાંત ૪ ફાઇટર જેટ પણ ગુમાવ્યા હતા.જો કે સૌથી વધુ ચર્ચા એસ -૪૦૦ની થાય છે. રશિયાની આ એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ ગણાતી હતી.ભારતે રશિયા પાસેથીલ કુલ ૫ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે. બેલબેક અને સેવાસ્તોપોલમાં રશિયાની વાયુસેનાના એરબેઝ છે.યુક્રેનના હુમલા પછી રશિયાએ તરત જ એસ-૪૦૦ ના સ્થાને બીજી મિસાઇલ સિસ્ટમ ગોઠવી છે.
હવે અમેરિકી મિસાઇલો સામે એર ડિફેન્સ સિસ્ટમ ફેલ સાબીત થઇ રહી છે. યુક્રેને મંગળવારના રોજ બેલબેકમાં વધુ એક એસ-૪૦૦ સિસ્ટમને તબાહ કરી નાખી હતી. રશિયા અત્યાર સુધીમાં ૨ એસ ૪૦૦ કમાંડ પોસ્ટ, ૪ રડાર અને ૧૬ લોન્ચર ગુમાવ્યા છે, રશિયા પાસે હજુ પણ ૫૦ જેટલી એસ ૪૦૦ સિસ્ટમ છે.