રશિયાને ટક્કર આપવા યુક્રેન ૨૦ હજાર જેલ કેદીઓને યુદ્ધ મોરચે મોકલશે
રશિયાની સજજ સેના સામે યુક્રેન સૈનિકોની તંગી અનુભવી રહયું છે
કેદીઓની ભરતી કરવા માટે ઝેંલેસ્કીએ આપી દીધી મંજુરી
કિવ,૧૮ મે,૨૦૨૪,શનિવાર
નાટો અને પશ્ચિમી દેશોની મદદ અને સમર્થનથી યુક્રેન અને રશિયાની લડાઇ ૨ વર્ષ કરતા વધુ સમય ચાલી છે. જો કે યુક્રેન હવે પોતાની આર્મીમાં સૈનિકોની કમી પુરી કરવા માટે ગુના અને આરોપોની સજા ભોગવી રહેલા જેલના કેદીઓની મદદ લેવાનું વિચારી રહયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગે યુક્રેન એક નવો કાયદો પસાર કર્યો છે જે મુજબ જે મુજબ સેનામાં ભરતી થવા ઇચ્છતા હોય તેવા કેદીઓને પેરોલ પર મુકત કરવાનો સમાવેશ થાય છે. આ નવો કાયદાને યુક્રેનના રાષ્ટ્રપતિએ મંજુરી આપી દેતા દેશની સેનાને અંદાજે ૨૦ હજાર સૈનિકો મળી શકે છે.
હાલમાં ઉત્તર પૂર્વ, પૂર્વ અને દક્ષિણમાં રશિયાના સૈનિકોનો સામનો કરી રહેલી યુક્રેની સેનાને સૈનિકોની ખોટ પડી રહી છે. આથી સૈન્ય અધિકારીઓ પોતાની વ્યૂહરચના માટે નવો કોઇ રસ્તો વિચારવા માટે મજબૂર બન્યા છે. યુક્રેનની સેના સામે બહેતર હથિયારોથી સજજ રશિયન સેના સામે મોરચા પર લડવૈયાઓની જરુર છે.
જો કે યુક્રેન સરકારે ગંભીર પ્રકારના અપરાધો જેમ કે બે કરતા વધુ લોકોની હત્યા,બળાત્કાર અને દેશદ્વોહ જેવા ગુના હેઠળ સેનામાં ભરતી થયેલા લોકોને સેનામાં ભરતી થવાની મંજુરી આપી નથી. યુક્રેન અસ્તિત્વની લડાઇ લડી રહયું છે ત્યારે કેદીઓ મદદ આવી શકે છે.