Get The App

યુક્રેનને દુનિયાના નક્શાથી મિટાવી દેવાનો પ્લાન, પુતિન-કિમ જોંગ વચ્ચે ડીલ, વિશ્વયુદ્ધના ભણકારાં!

આ યુદ્ધને કારણે અમેરિકાએ રશિયા વિરુદ્ધ 500થી વધુ નવા પ્રતિબંધ લગાવ્યા

છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
યુક્રેનને દુનિયાના નક્શાથી મિટાવી દેવાનો પ્લાન, પુતિન-કિમ જોંગ વચ્ચે ડીલ, વિશ્વયુદ્ધના ભણકારાં! 1 - image
Image : IANS

Ukraine russia war updates : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે વર્ષ થઈ ગયા છે અને ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે. 2022ની 24મી ફેબ્રુઆરીએ રશિયન સેનાએ યુક્રેનની ધરતી પર હુમલા કરવાની શરૂઆત કરી હતી.  જો કે રશિયન સૈન્ય પાસે ચાર ગણી તાકાત હોવા છતાં યુદ્ધમાં યુક્રેનને હરાવી શક્યું નથી. આ વચ્ચે કિવ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પુતિન અને કિમ જોંગ ઉન સાથે મળીને તેમની વિરુદ્ધ એક મોટું ષડયંત્ર રચી રહ્યા છે.

બંને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો કોઈ ઉકેલ આવ્યો નથી

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી અને યુદ્ધ સમાપ્ત થવાના પણ કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ યુદ્ધને કારણે  અમેરિકાએ રશિયા વિરુદ્ધ 500થી વધુ નવા પ્રતિબંધ લગાવ્યા છે. ત્યારે હવે કિવએ મોટો દાવો કર્યો છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથે મળીને તેમના વિરુદ્ધ ષડયંત્ર રચી યુક્રેનને દુનિયાના નકશામાંથી ભૂંસી નાખવાનો પ્લાન બનાવી રહ્યા છે. 

યુક્રેનની સુરક્ષા સેવાએ આ દાવો કર્યો

યુક્રેનની સુરક્ષા સેવા (SBU)એ એક નવા દાવો કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે રશિયાએ ડિસેમ્બરના અંતથી યુક્રેન પરના હુમલામાં ઓછામાં ઓછી 20 ઉત્તર કોરિયાની બેલિસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કર્યો છે. એવી આશંકા છે કે પુતિન અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન વચ્ચે એક ડીલ થઈ છે, જેમાં યુક્રેનને વધુ તબાહ કરવાની તૈયાર કરવામાં આવી છે. એક નિવેદન અનુસાર, SBUએ KN-23 બેલેસ્ટિક મિસાઈલ જેવો કાટમાળ પણ મેળવ્યો છે, જેનાથી એ વાતની પુષ્ટિ થઈ છે કે ઉત્તર કોરિયા આ યુદ્ધમાં પુતિનનું સમર્થન કરી રહ્યું છે.

કિમની અમેરિકા પ્રત્યેની નફરત યુક્રેન પર ભારે પડશે

પુતિનને સમર્થન આપવા માટે કિમ એટલા માટે તૈયાર થયા છે કે કારણકે અમેરિકા અને પશ્ચિમના દેશો યુક્રેનને સાથ આપી રહ્યા છે જ્યારે કિમ અમેરિકા પર દક્ષિણ કોરિયા અને જાપાનને મદદ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. કિમ ઘણી વખત અમેરિકાને પોતાનો સૌથી મોટો દુશ્મન દેશ ગણાવ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કિમની એન્ટ્રી થતાં જ હવે  ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે.

યુક્રેનને દુનિયાના નક્શાથી મિટાવી દેવાનો પ્લાન, પુતિન-કિમ જોંગ વચ્ચે ડીલ, વિશ્વયુદ્ધના ભણકારાં! 2 - image


Google NewsGoogle News