યુક્રેને રશિયા પર કર્યો સૌથી મોટો ડ્રોન હુમલો, જેમાં 158 નષ્ટ કરાયા, બેલગોરોડમાં 5 લોકોનાં મોત
Ukraine-Russia War: યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ રાતોરાત 158 યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા હતા, મોસ્કો શહેરમાં બે અને મોસ્કોની આસપાસના નવ વિસ્તારોમાં હુમલો થયો હતો. આના પરથી સમજી શકાય છે કે યુક્રેને કેટલા મોટા ડ્રોન હુમલા કર્યા હશે. રશિયન સૈન્યએ કુર્સ્ક પ્રદેશમાં 46 ડ્રોનનો નાશ કર્યો હતો, યુક્રેને બીજા વિશ્વ યુદ્ધ પછી રશિયન ધરતી સૌથી મોટા હુમલાના ભાગરૂપે આ સપ્તાહે સૈનિકો મોકલ્યા હતા.
યુક્રેનના આ ડ્રોન હુમલાઓને કારણે હવે યુદ્ધે વિકરાળ સ્વરૂપ લીધુ છે. આ વર્ષની શરૂઆતથી, યુક્રેને રશિયન ભૂમિ પર આક્રમક હવાઈ હુમલાઓ કર્યા છે અને તેની રિફાઈનરીઓ અને ઓઈલ સેન્ટર્સને નિશાન બનાવ્યા છે. અગાઉ શુક્રવારે, દક્ષિણ-પશ્ચિમ રશિયન શહેર બેલ્ગોરોડ પર યુક્રેનિયન હુમલામાં પાંચ લોકો માર્યા ગયા હતા અને 46 ઘાયલ થયા હતા.
આ પણ વાંચોઃ અમેરિકામાં ભારતીય મૂળના યુવકની ધરપકડ, નેપાળી વિદ્યાર્થિનીની હત્યા કરવાનો લાગ્યો આરોપ
ઘાયલોમાં 7 બાળકોનો સમાવેશ
વ્યાચેસ્લાવ ગ્લેડકોવે જણાવ્યું હતું કે સાત બાળકો સહિત 37 ઘાયલોને યુક્રેનિયન સરહદની ઉત્તરે 40 કિમી (25 માઇલ) દૂર શહેરની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ફરતો એક વીડિયો એક વાહનની અંદરથી રેકોર્ડ થયેલો છે. જેમાં જોઈ શકાય છે કે, એક કાર રસ્તા પર જઈ રહી હતી ત્યારે હુમલામાં તેને ઉડાવી દેવામાં આવી હતી. થોડીક સેકન્ડ પછી બીજા વિસ્ફોટ થોડા મીટર દૂર જોવા મળ્યો હતો.