યુક્રેન યુદ્ધ : રશિયા મંત્રણા માટે તૈયાર છે, પરંતુ હજી વધુ વિગતો માગી રહ્યું છે
- ઝેલેન્સ્કી ટર્મ મેમાં પૂરી થઇ છે નવી ચૂંટણી કરાવે
- યુક્રેનના વિદેશ મંત્રી દીમીત્રો કુલેલાએ જણાવ્યું હતું કે કીવ મંત્રણા માટે તૈયાર છે : શરત તેટલી છે કે તેની પ્રાદેશિક અખંડિતતા જળવાવી જોઇએ
મોસ્કો : ક્રેમ્લીને ગુરૂવારે સ્પષ્ટ સંકેતો આપ્યા હતા કે યુક્રેન-યુદ્ધ બંધ કરવા મંત્રણા માટે તૈયાર છે પરંતુ ઘણી ઘણી વિગતો મેળવવી બાકી છે. રશિયાની યુદ્ધ બંધ કરવાની અને યુક્રેન સાથે મંત્રણા કરવાની દરખાસ્ત અંગે યુક્રેનના વિદેશમંત્રી દીમીત્રો કુલેલાએ કહ્યું હતું કે કીમ પણ મોસ્કો સાથે મંત્રણા કરવા તૈયાર છે. શરત તેટલી જ છે યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા જળવાવી જોઇએ.
યુક્રેનમાં ઉત્તર અને પૂર્વના ભાગે રશિયન ભાષીઓ વસે છે. ત્યાં રશિયાનો કબ્જો છે. દક્ષિણે ક્રીમીયન દ્વિપકલ્પ ઉપર રશિયાએ ૨૦૧૪થી કબ્જો જમાવ્યો છે. રશિયન દળોએ યુક્રેનના લગભગ ૨૫ ટકા ભાગ ઉપર કબ્જો જમાવ્યો છે. ઝેલેન્સ્કી તે ઉત્તર અને પૂર્વના ભાગેથી રશિયન દળો પાછાં હટાવવા તૈયાર નથી. તો બીજી તરફ ઝેલેન્સ્કી તે દળો પાછાં હટી જાય તો જ મંત્રણા માટે તેઓ તૈયાર થશે.
કેટલાક એમ પણ કહે છે આ શર્ત મુકાવવા પાછળ અમેરિકા અને પશ્ચિમનો હાથ હોવાની શક્યતા છે.
તે જે હોય તે પરંતુ યુદ્ધ બંધ થવું માત્ર રશિયા-યુક્રેનના જ લાભમાં છે તેટલું પૂરતું નથી તે દુનિયા આખીના લાભમાં છે. રશિયા યુક્રેનના અન્ન ભંડારોમાંથી અનાજ બહાર આવવું અત્યંત જરૂરી છે.
આ શાંતિ મંત્રણા માટે પોતે તૈયાર છે, તેમ કહેતાં રશિયાએ તે વાસ્તવિકતા પ્રત્યે પણ ધ્યાન દોર્યું છે કે વાસ્તવમાં ઝેલેન્સ્કીની પ્રમુખ પદ માટેની મુદત તો મે માસમાં જ પૂરી થઇ ગઇ છે. તેથી વાસ્તવમાં તો તે પૂર્વે જ તેઓને ચૂંટણી જાહેરાત કરવા જોઇતી હતી તેમ ન થયું તો હજી માત્ર ચૂંટણીની જાહેરાત કરી શકે તેમ છે.
ટૂંકમાં એક તરફ મંત્રણા માટે તૈયારી દર્શાવી છે તો બીજી તરફ પોતાનાં દળોએ કબ્જે કરેલો યુક્રેનનો ૧/૪ જેટલો ભાગ રશિયાના કબ્જામાં રાખે છે. જેમાં બ્લેક-સીમાં આવેલો ક્રીમીયાનો દ્વિપકલ્પ પણ સામેલ છે. રશિયાએ ૨૦૧૪માં તેની ઉપર પોતાનો કબજો જમાવી દીધો છે. જે છોડવા તે તૈયાર નથી. આથી ઝેલેન્સ્કીની પૂર્વ શરત કે રશિયન દળોએ યુક્રેનની ભૂમી પરથી હઠી જવું જોઇએ. તે પછી જ શાંતિ-મંત્રણા સંભવિત બને.
આમ છતાં રશિયાએ મંત્રણા માટે દર્શાવેલી તૈયારી ઉપરથી તેવું પણ તારણ નીકળી શકે કે હવે રશિયા પણ યુદ્ધથી થાક્યું છે. તેની ઉપર સખત આર્થિક પ્રતિબંધો છે. વ્યાપાર વાણિજ્યને બહુ મોટો ધક્કો પહોંચ્યો છે. તેથી તે મંત્રણા માટે તૈયાર થાય તે સહજ છે. યુક્રેન તો ખેદાન-મેદાન થઇ ગયું છે. તેણે થોડું નમતું જોખીને કેટલોક પ્રદેશ ઓટોનોમસ જાહેર કરવો યોગ્ય છે. ઉપરાંત નાટોમાં જોડાવાની વાત જ પડતી મુકવી જોઇએ. આ યુદ્ધનો પ્રારંભ જ તેમાંથી થયો છે. ૨૦૧૪માં મિન્સ્ક કરારો બંને દેશો વચ્ચે થતા હતા. જે પ્રમાણે બંને દેશોએ એકબીજાના વિરોધીઓને સાથ ન આપવો તેમ નક્કી થયું હતું. પરંતુ યુક્રેને સાથની વાત છોડો, સીધા જ રશિયા વિરોધી જૂથમાં ભળવાની જ તૈયારી કરી તેથી આ પરિસ્થિતિ ઉપસ્થિત થઇ છે. આમ છતાં જો શાંતિ મંત્રણા યોજાય અને શાંતિ રચાય તેમ તો સૌ કોઈ ઇચ્છે તે સહજ છે.