Get The App

1220 બોંબ, 850 ડ્રોન, 40 મિસાઈલથી યુક્રેન પર હુમલો, જેલેન્સ્કીએ કહ્યું, ‘રશિયાએ એક સપ્તાહમાં તબાહી મચાવી’

Updated: Feb 16th, 2025


Google NewsGoogle News
1220 બોંબ, 850 ડ્રોન, 40 મિસાઈલથી યુક્રેન પર હુમલો, જેલેન્સ્કીએ કહ્યું, ‘રશિયાએ એક સપ્તાહમાં તબાહી મચાવી’ 1 - image


Ukraine-Russia War : રશિયા-યુક્રેનનું યુદ્ધ સમાપ્ત કરવાની વાતો વચ્ચે હજુ પણ બંને દેશો વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેને દાવો કર્યો છે કે, ‘રશિયાએ એક સપ્તાહમાં અમારા અનેક વિસ્તારો પર બોંબમારો અને મિસાઈલો ઝીંકી છે. જેલેન્સ્કીએ દાવો કર્યો કે, ‘રશિયાએ એક સપ્તાહમાં યુક્રેન પર 40થી વધુ મિસાઈલો અને 850થી વધુ ડ્રોનથી હુમલો કર્યો છે.’

રશિયા યુદ્ધ ચાલુ રાખવા માંગે છે : જેલેન્સ્કી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelensky)એ દાવો કર્યો છે કે, ‘રશિયાએ એક અઠવાડિયાની અંદર યુક્રેન પર 1220 બોંબ અને 850થી વધુ ડ્રોનથી હુમલો કર્યો છે. તેણે 40થી વધુ મિસાઈલો પણ ઝીંકી છે.’ તેમણે આક્ષેપ કર્યો છે કે, રશિયા યુદ્ધ ચાલુ રાખવા માંગે છે. રશિયાને પોતાની વર્તમાન સ્થિતિ અને સત્તા પર કબજો યથાવત્ રાખવા માટે યુદ્ધની જરૂર છે. તેઓ દર દિવસે યુક્રેન પર બોંબમારો કરી યુદ્ધ ચાલુ રાખવાનો ઈરાદો સાબિત કરી રહ્યા છે.’

યુક્રેને માંગ્યા હથિયાર

જેલેન્સ્કીએ લખ્યું છે કે, ‘રશિયાએ એક સપ્તાહની અંદર અમારા લોકો પર વિમાનોમાંથી 1200 બોંબ અને 40થી વધુ મિસાઈલો ઝીંકી છે. તેઓએ 850થી ડ્રોનથી પણ હુમલો કર્યો છે. યુક્રેન પોતાની સુરક્ષા કરી રહ્યું છે. અમે અમારા યૌદ્ધાઓની બહાદુરી તેમજ સભ્ય દેશોના સમર્થનના કારણે યુદ્ધમાં ઉભા છીએ. પરંતુ યુક્રેનના લોકોનો જીવ બચાવવા માટે અમે વધુ હથિયારોની જરૂર છે.’

આ પણ જુઓ : VIDEO-માલીમાં બીજી ભયાનક દુર્ઘટના! સોનાની ખાણ ધસી પડતા 48ના મોત, અનેક લોકોને ઈજા

પુતિન પર દબાણ કરવાની જરૂર, જેલેન્સ્કીની યુરોપને અપીલ

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘યુરોપ અને દુનિયાએ અમને આવી સ્થિતિમાંથી બચાવવું પડશે, તેનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. આ માટે એક મજબૂત, એક વિદેશ નીતિ અને પુતિન પર દબાણ લાવવાની જરૂર છે. તેઓએ આ યુદ્ધની શરૂઆત કરી છે અને વૈશ્વિક સ્તરે ફેલાવી રહ્યા છે.’

તેમણે લખ્યું છે કે, ‘જો યુરોપ, અમેરિકા અને અમારા તમામ સાથીદારો એક થશે, તો આપણે આ યુદ્ધને શાંતિપૂર્વક સમાપ્ત કરી શકીએ છીએ.’

જેલેન્સ્કીએ અમેરિકાને કરી અપીલ

જેલેન્સ્કીએ ટ્વિટ કરીને અમેરિકાને પણ એક થવાની અપીલ કરી છે. જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધનો અંત લાવવા રશિયા સાથે શાંતિ વાર્તા કરવા માટે સતત પગલા ભરી રહ્યા છે. ટ્રમ્પે આ સપ્તાહે યુરોપીય સંગઠનો અને યુક્રેનનો ચોંકાવી દીધા હતા. તેમણે જેલેન્સ્કી તેમજ કીવ સાથે પરામર્શ કર્યા વગર પુતિનને ફોન કર્યો અને તાત્કાલીક શાંતિ વાર્તાની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે, ‘યુક્રેન માટે શાંતિ વાર્તાની બેઠકમાં યુરોપને જગ્યા નહીં મળે.’

આ પણ વાંચો : ‘અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા કેટલાક યુવકોના માથે પાઘડી ન હતી’ કેબિનેટ મંત્રીનો દાવો


Google NewsGoogle News