Get The App

પુતિનની તબિયત લથડી, ગમે ત્યારે મૃત્યુ પામવાની અટકળો, યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીનો મોટો દાવો

Updated: Mar 27th, 2025

GS TEAM


Google News
Google News
પુતિનની તબિયત લથડી, ગમે ત્યારે મૃત્યુ પામવાની અટકળો, યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીનો મોટો દાવો 1 - image


Russia-Ukraine War: યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયાને લઈને તીખી ટિપ્પણી કરી છે. એક મીડિયા રિપોર્ટને ટાંકીને તેમણે કહ્યું કે, 'વ્લાદિમીર પુતિનનું જલ્દી મોત થશે અને આ હકીકત છે. પુતિનનું સ્વાસ્થ્ય ખરાબ છે.' એક તસવીર શેર કરતાં પશ્ચિમી મીડિયાએ દાવો કર્યો છે કે, વ્લાદિમીર પુતિનનું સ્વાસ્થ્ય બરાબર નથી. આ તસવીરમાં દેખાય છે કે, પુતિને ટેબલને એક હાથે ખૂબ જ મજબૂતાઈથી પકડ્યું છે. આ જ આધારે તેમની તબિયતને લઈને દાવા કરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, પશ્ચિમી મીડિયા અવાર-નવાર પુતિનની તબિયતને લઈને આવી આશંકા વ્યક્ત કરતી રહે છે. 

આ પણ વાંચોઃ ઉડાન ભરતાં જ એર એશિયાના વિમાનનું એન્જિન ભડભડ કરતું સળગ્યું, 117 યાત્રીનો આબાદ બચાવ

પુતિનની તબિયત ખરાબ? 

બુધવારે ઝેલેન્સ્કીની મુલાકાત ફ્રાન્સના નેતા ઇમેનુઅલ મેક્રો સાથે થઈ હતી. આ દરમિયાન ઝેલેન્સ્કીએ કહ્યું કે, પુતિન તો યુરોપને પણ ટાર્ગેટ કરવા ઇચ્છે છે. જેના માટે અંદરથી જ અભિયાન શરુ કરી દીધું છે અને હંગેરી તેમની સાથે છે. પરંતુ, જલ્દી વ્લાદિમીર પુતિનનું મોત થઈ જશે. આ હકીકત છે અને આ સાથે જ તમામ સંઘર્ષ સમાપ્ત થઈ જશે. મને વિશ્વાસ છે કે, અમેરિકાના દબાણમાં કોઈપણ શરત વિના રશિયા યુદ્ધવિરામ માટે રાજી થઈ જશે. અમે શાંતિ ઇચ્છીએ છીએ પરંતુ, રશિયા સતત અમારી ઉપર હુમલા કરાવી રહ્યું છે. તે સામાન્ય નાગરિકો પર પણ હુમલા કરાવે છે. યુદ્ધવિરામની શરત એકલું રશિયા નક્કી ન કરી શકે. 

આ પણ વાંચોઃ વિદેશી કાર પર 25% ટેરિફનું ડોનાલ્ડ ટ્રમ્પનું એલાન, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ભૂકંપ

ઉલ્લેખનીય છે કે, યુક્રેનના મામલે ગુરુવારે યુરોપિયન યુનિયનના દેશોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે, કેવી રીતે યુદ્ધવિરામ કરાર કરવામાં આવશે. એક વિકલ્પ એ પણ છે કે, એવા યુરોપિયન દેશોની સેના પણ યુક્રેનમાં તૈનાત કરવામાં આવે, જે ઇચ્છુક હોય. જોકે, ઈમેનુએલ મેક્રોન તેના વિરોધમાં છે. તેમનું કહેવું છે કે, જો આવું થયું તો પછી યુરોપ સીધું રશિયાના મુકાબલે આવી જશે. એટલું જ નહીં જો રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તો એક તરફથી શાંતિ સેનાઓ પર પણ અટેક થશે. અમેરિકામાં સ્પષ્ટ મત છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ કરાર થવો જોઈએ. યુક્રેન તે વિશે રાજી છે પરંતુ, રશિયા તરફથી એના માટે અમુક શરત મૂકવામાં આવી છે. 

Tags :