Get The App

યુક્રેનને રાહત ! ટ્રમ્પે પુતિન બાદ ઝેલેન્સ્કી સાથે ફોન પર કરી વાત

Updated: Mar 19th, 2025


Google News
Google News
યુક્રેનને રાહત ! ટ્રમ્પે પુતિન બાદ ઝેલેન્સ્કી સાથે ફોન પર કરી વાત 1 - image


Volodymyr Zelensky Calls Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીત થયા બાદ હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકાના રાષ્ટ્રપતિને ફોન કર્યો છે. બંને નેતાઓ વચ્ચે યુક્રેનમાં યુદ્ધવિરામ મુદ્દે ચર્ચા થઈ છે. ટ્રમ્પ-પુતિન વચ્ચે થયેલી વાતચીતની વિગતો પણ ઝેલેન્સ્કીને શેર કરવામાં આવી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે, તેમણે ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત કરી છે.

રશિયા યુક્રેનના ઉર્જા પ્લાન્ટો પર હુમલા નહીં કરે

યુક્રેન રાષ્ટ્રપતિના પ્રવક્તાએ કહ્યું કે, ‘યુક્રેનના રાષ્ટ્રપતિ અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ છે. રશિયાના રાષ્ટ્રપતિ યુક્રેનની ઉર્જા પ્લાન્ટો પરના હુમલાઓને અસ્થાયી રૂપે રોકવા માટે સંમત થયા હતા.’ આમ હાલપુરતી યુક્રેનને આંશિત રાહત મળી છે, જોકે પુતિને 30 દિવસના યુદ્ધવિરામના ટ્રમ્પના પ્રસ્તાવનો ઈન્કાર કરી દીધો છે.

ટ્રમ્પ-ઝેલેન્સ્કી વચ્ચે શું વાતચીત થઈ?

ટ્રમ્પે કહ્યું કે, ‘યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન પર સારી રીતે વાતચીત થઈ. અમે લગભગ એક કલાક સુધી વાતચીત કરી. રશિયા અને યુક્રેનની વિનંતીઓ અને જરૂરીયાતોને ટાંકીને શકાય તે માટે અમરા બંને વચ્ચે પુતિન સાથે ફોન પર થયેલી વાતચીત અંગે ચર્ચા કરવામાં આવી. અમે સંપૂર્ણ યોગ્ય દિશામાં જઈ રહ્યા છીએ. અમારા બંને નેતાઓ વચ્ચે વિગતવાર શું ચર્ચા થઈ, તેની માહિતી વિદેશમંત્રી માર્કો રુબિયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈકલ વાલ્ટ્જ આપશે. તેઓ ટૂંક સમયમાં નિવેદન જારી કરશે.’

યુક્રેનને રાહત ! ટ્રમ્પે પુતિન બાદ ઝેલેન્સ્કી સાથે ફોન પર કરી વાત 2 - image

પુતિન 30 દિવસના યુદ્ધવિરામ માટે ન માન્યા

ટ્રમ્પે પુતિનને શાંતિ સમજૂતીનો પ્રસ્તાવ આપ્યો હતો, જોકે પુતિને યુક્રેનમાં 30 દિવસનો યુદ્ધવિરામ કરવાનો ઈન્કાર કરી દીધો છે. પરંતુ રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, તેઓ આ મુદ્દે આગામી સમયમાં પણ વાતચીત ચાલુ રાખશે. બીજીતરફ મર્યાદિત યુદ્ધવિરામની જાહેરાત કર્યા થોડા કલાકો બાદ મોસ્કો અને કીવે બુધવારે એક-બીજા પર વિમાની હુમલા કરવાનો આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો : પુતિનની દગાખોરી અને ટ્રમ્પના નરમ વલણથી યુક્રેનના લોકો ટેન્શનમાં, કહ્યું- ‘અમને અમારા રાષ્ટ્રપતિ પર ભરોસો’

ટ્રમ્પ અને પુતિન વચ્ચે શું થઈ હતી વાતચીત?

ટ્રમ્પ ઘણા વખતથી કહી રહ્યા છે કે, પુતિન તેમના પ્રસ્તાવથી ખુશ છે. જોકે બીજીતરફ એવું કહેવાય છે કે, ટ્રમ્પે જ્યારે ફોન કર્યો ત્યારે પુતિને તેમને એક કલાક સુધી રાહ જોવડાવી હતી. ત્યારબાદ ટ્રમ્પે પુષ્ટિ પણ કરી કે, તેમની અને પુતિન વચ્ચે વાત થઈ છે અને તેઓ શાંતિ ઈચ્છે છે.

યુક્રેનના રાષ્ટ્રપતિની શું માંગણી છે?

ક્રેમલિને બુધવારે કહ્યું હતું કે, મંગળવારે પુતિન-ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થયા બાદ યુક્રેનના ઊર્જા પ્લાન્ટો પર હુમલાઓ અટકાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત યુક્રેન તરફ ઝીંકવામાં આવેલા ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે. બીજીતરફ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘પુતિનના શબ્દો પૂરતા નથી અને યુક્રેન ઊર્જા પ્લાન્ટોની યાદી આપશે. તેથી અમને આશા છે કે, અમેરિકા અને સાથી દેશોની નજર હેઠળ અમારા ઊર્જા પ્લાન્ટોની દેખરેખ રાખવામાં આવશે. તેઓ ઈચ્છે છે કે, સંપૂર્ણ યુદ્ધવિરામ થાય, પરંતુ પુતિનની શરતો મુજબ યુદ્ધવિરામ ઈચ્છતા નથી.’

આ પણ વાંચો : ઈટાલીના વડાપ્રધાને ટ્રમ્પના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘તેમની સાથે લડવાથી કોઈ ફાયદો નથી’

Tags :