રશિયા સાથેની 10,000 કીમીની સરહદે કીલ્લે બંધ રચવાની યુક્રેનની યોજના : રશિયાએ હજી સુધીમાં 1500 સૈનિકો ગુમાવ્યા
- ખાર્કીવ શહેર કબ્જે કરી રશિયન સેના આગળ વધી રહી છે
- અમેરિકાએ યુક્રેનને શસ્ત્રો આપવાની મંજૂરી આપી દીધી છે પરંતુ હજી સુધી શસ્ત્રો પહોંચ્યાં નથી તેથી ઝેલેન્સ્કીએ નાટો દેશોને વિનંતી કરી છે
કીવ : રશિયા યુક્રેન યુદ્ધખતરનાક વળાંકે આવી ઊભું છે. અનેક તરફ રશિયા સેનાએ ખાર્કીવ શહેરના પરા વિસ્તારોમાં કબ્જો જમાવી દીધો છે, સાથે રશિયન સેના યુક્રેનમાં સતત આગળ વધી રહી છે. આથી ઝેલેન્સ્કીએ રશિયન સેનાને રોકવા નવી રણનીતિ ઘડી છે. તેણે રશિયા સાથેની યુક્રેનની ૧૦,૦૦૦ કીમીની સરહદે કીલ્લેબંધી કરવા નિર્ણય કર્યો છે. તેને લાગે છે કે આ કીલ્લેબંધીથી રશિયન સેનાને રોકવામાં સફળતા મળશે.
બે વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહેલાં આ યુદ્ધમાં રશિયાએ તેના ૧૫૦૦ જેટલા સૈનિકો ગુમાવ્યા હોવાનું યુક્રેનનાં જાસૂસી તંત્રનું આકલન છે. સંભવ તે પણ છે કે રશિયાએ આથી પણ વધુ સૈનિકો ગુમાવ્યા હશે. પરંતુ રશિયા પાસે સૈન્ય સંખ્યા ઘણી મોટી છે. તે યુક્રેન બરોબર જાણે છે.
યુક્રેનની મુશ્કેલીનો અંત આવતો દેખાતો નથી. તેનાં શસ્ત્રાસ્ત્રો ખૂટી રહ્યાં છે. અમેરિકા અત્યારે ઇઝરાયલને શસ્ત્ર સહાય મોકલવામાં વ્યસ્ત છે. તેથી ઝેલેન્સ્કીએ હવે નાટો દેશો પાસે શસ્ત્ર સહાય માગી છે.
બે વર્ષથી પણ વધુ સમય ચાલુ રહેલી આ યુદ્ધમાં રશિયાએ ૧,૫૦૦ સૈનિકો ગુમાવ્યા છે પરંતુ રશિયા પાસે માનવબળની ખોટ નથી. તે સર્વવિદિત છે. આ તરફ યુક્રેનને શસ્ત્રોની ખેંચ પડી છે. અમેરિકા ઇઝરાયલને શસ્ત્રો પહોંચાડે છે. તેથી યુક્રેને નાટો દેશો પાસે શસ્ત્રો માગ્યાં છે.