યુક્રેને સૈનિકોની કમી ઘટાડવા ફરજીયાત સૈન્ય ભરતી કરવાનો નિર્ણય લીધો, 18 થી 60 વર્ષના પુરુષોનું રજીસ્ટ્રેશન ફરજીયાત
યુધ્ધ લડવા યોગ્ય પુરુષોએ ૧૬ જુલાઇ સુધી રજીસ્ટ્રેશન કરવું પડશે
ફરજીયાત ભરતીથી બચનારા સામે કડક વલણ અપનાવવામાં આવ્યું
કિવ,૧૯ જૂન,૨૦૨૪,બુધવાર
રશિયા અને યુક્રેનની લડાઇ અવિરત ચાલી રહી છે ત્યારે સૈનિકોની તંગી ઓછી કરવા માટે ફરજીયાત સૈન્ય ભર્તી કાયદો પસાર કર્યો છે. અગાઉ યુક્રેને ૧૮ થી ૬૦ વર્ષની ઉંમરના પુરુષોને દેશ છોડવા પર પ્રતિબંધ મૂકયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગત મહિને અનિવાર્ય ભરતીથી બચનારા લોકો પર કડક વલણ અપનાવવામાં આવ્યું હતું.
યુદ્ધ માટે યોગ્ય હોય તેવા પુરુષો માટે ૧૬ જુલાઇ સુધીમાં પોતાના નામ અને સરનામાનું રજીસ્ટ્રેશન કરવાનું જણાવવામાં આવ્યું છે. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર અંદાજે ૪૦ થી ૫૦ લાખ યોગ્યતા ધરાવતા પુરુષોમાંથી ૨૦ લાખે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પુરી કરી લીધી છે.
કીવ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ સોશિયોલોજી સર્વેક્ષણમાં લોકોએ ફરજીયાત ભરતી કાનુનનું સમર્થન કરતા હોવાનું જણાવ્યું હતું. ૩૪ ટકાએ ઉત્તરદાતાઓ સંપૂર્ણ અથવા તો અમૂક હદ સુધી સંમતિ આપી હતી. ૫૨ ટકા લોકોએ સંપૂર્ણ અથવા તો અમૂક હદ સુધી અસહમતિ દર્શાવી હતી.