યુક્રેન યુદ્ધ : પશ્ચિમ નિષ્ફળ જઈ રહ્યું છે ત્યારે ભારત શાંતિ સ્થાપવા માટે સઘન પ્રયાસો કરે છે

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
યુક્રેન યુદ્ધ : પશ્ચિમ નિષ્ફળ જઈ રહ્યું છે ત્યારે ભારત શાંતિ સ્થાપવા માટે સઘન પ્રયાસો કરે છે 1 - image


- મોદીની મોસ્કોની મુલાકાત પછી ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત દોવલ મોસ્કો જશે

નવી દિલ્હી : યુક્રેન યુદ્ધ અટકવાનું નામ નથી લેતું. રશિયાએ બે 'નાટો' દેશો ઉપર ગઈકાલે (તા. ૮મીએ) એક જ દિવસે ડ્રોન વિમાનો પાઠવ્યા હતા. બેટવિયાના પ્રમુખે કહ્યું હતું કે (રશિયાનું) એક ડ્રોન વિમાન, તેના પ્રદેશમાં તૂટી પડયું જ્યારે રોમાનિયાએ કહ્યું તેની આકાશ સીમામાં પણ (રશિયન) ડ્રોન વિમાન ઘૂસ્યું હતું. કુર્ડસ્ક વિસ્તારમાં પણ રશિયન સેના હવે આગળ વધી રહી છે. પૂર્વ યુક્રેનના ડૉનવાસ વિસ્તાર ઉપર રશિયાએ કબજો જમાવી દીધો છે. ક્રીમીયા ઉપર તો ૨૦૧૪ થી રશિયાનો કબજો છે. યુદ્ધ તીવ્ર બની રહ્યું છે.

એવું લાગે છે કે યુક્રેનને સહાય કરવામાં પશ્ચિમ નિષ્ફળ જઈ રહ્યું છે ત્યારે, ભારતે શાંતિ સ્થાપવા સઘન પ્રયાસો શરૂ કરી દીધા છે. મોદીની મોસ્કોની મુલાકાત પછી હવે ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત દોવલ મોસ્કોની મુલાકાતે જવાના છે.

એવું પણ અનુમાન ખોટું નથી કે મોસ્કોની મુલાકાત પછી દોવલ કદાચ કીવ પણ પહોંચે અને પુતિને મુકેલી દરખાસ્ત ઝેલેન્સ્કીને ગળે ઉતારે.

પુતિનની મહત્વની દરખાસ્ત તે છે કે, સૌથી પહેલા રશિયાના કુર્કસ વિસ્તારમાંથી યુક્રેને તેની તમામ સેના પાછી ખેંચી લેવી જોઈએ અને બીજુ પૂર્વ અને પૂર્વોત્તર યુક્રેનમાં રશિયન ભાષી નાગરિકો રહે છે. તેથી તે વિસ્તાર રશિયાને સોંપી દેવો જોઈએ. આ વિસ્તાર ડૉનવાસ પ્રદેશનો વિસ્તાર છે, જેની ઉપર રશિયાનો હક્ક છે.

ઝેલેન્સ્કી અહીં જ અડીને ઊભા છે. તેઓ એક તસુ જેટલી ભૂમિ આપવા તૈયાર નથી. અનુમાન તે પણ છે કે, દોવલ કદાચ ઝેલેન્સ્કીને તેટલું સમજાવી શકશે કે તમો અકારણ દુરાગ્રહ ન રાખો. નહીં તો વિશ્વ યુદ્ધ ફાટી નિકળશે.

દોવલ બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ઇંડીયા, ચાયના અને સાઉથ આફ્રિકા) પરિષદ પછી ૧૦-૧૧ સપ્ટેમ્બરે મોસ્કો જવાના છે. તે સમયે તેઓ (૧) રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિ મંત્રણા માટે ભારતની મધ્યસ્થીની તૈયારી દર્શાવનાં છે. આ માટે રશિયા અને યુક્રેન દ્વારા મોકલવામાં આવનારા કહેણ ની જ ભારત રાહ જોઈ રહ્યું છે, તેમ પણ તેઓ પુતિનને કહેવાનાં છે. (૨) ઇટાલીના વડાં પ્રધાન જ્યોર્જીયા મેવોનીએ પણ કહ્યું હતું, કે યુક્રેનમાં શાંતિ સ્થાપવા માટે ભારત ચીને પ્રયાસો હાથ ધરવા જોઈએ.

નિરીક્ષકો કહે છે કે, યુક્રેન કદાચ ચીનની મધ્યસ્થી નહીં સ્વીકારે કારણ કે શી જિનપીંગ ખુલ્લે આમ પુતિનને ટેકો આપે છે. આથી ઝેલેન્સ્કી ભારતની શાંતિ મંત્રણા માટેની દરખાસ્ત સ્વીકાર્ય ગણશે તે વધુ સંભવિત છે.


Google NewsGoogle News