રશિયાને જોરદાર ઝટકો, યુક્રેને બે સબમરીન નષ્ટ કરી, એર ફિલ્ડને બનાવ્યાં નિશાન, તંગદિલી વધી
કીવ: યુક્રેને છેલ્લા ૨૪ કલાકમાં લાંબા અંતરના હુમલા વધારી રશિયાની એક સબરમરિનને ડુબાડી દીધી હતી તથા તેના એરફિલ્ડને નિશાન બનાવી અનેક ઇમારતોને ક્ષતિગ્રસ્ત કરી હતી તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
રશિયાએ જણાવ્યું છે કે યુક્રેનના ડ્રોને એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ ઉપર પણ હુમલો કર્યો હતો જેમાં એક વ્યકિતનું મોત થયું હતું.
જુલાઇ પછી હુમલાઓમાં વધારો એ સમયે થઇ રહ્યો છે જ્યારે યુક્રેન પોતાના સહયોગીઓ પર રશિયન સ્થળો પર હુમલા કરવા માટે લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા દબાણ બનાવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમી સહયોગીઓ ખાસ કરીને અમેરિકાએ મોસ્કો સાથે તંગદિલી વધવાના ડરથી અત્યાર સુધી આ પરવાનગી આપવાનો વિરોધ કર્યો છે.
જનરલ સ્ટાફ તરફથી જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર યુક્રેને મોસ્કોના કબજાવાળા ક્રીમિયા દ્વીપમાં એક રશિયન કીલો-ક્લાસ સબમરિન અને એસ-૪૦૦ એન્ટી ક્રાફટ મિસાઇલ કોમ્પ્લેક્સ પર હુમલો કર્યો હતો.
રશિયન સેનાને માલસામગ્રી પુરી પાડવા માટે મહત્ત્વપૂર્ણ લોેજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ હબ કેર્ચ સ્ટ્રેટ બ્રિજની સુરક્ષા માટે એર ડિફેન્સ સિસ્ટમની રચના કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર મિસાઇલ ફોર્સના અનેક એકમોની સાથે જ નેવીએ ટ્રાયમ્ફ એર ડિફેન્સ સિસ્ટમના ચાર લોન્ચરોને ક્ષતિગ્રસ્ત કર્યા હતાં. જ્યાર સેવસ્તોપોલ પોર્ટ પર રોસ્તોવ ઓન ડોન(રશિયન સબમરિન)ને ડુબાડી દીધી હતી.