Get The App

રશિયામાં યુક્રેન જેવા હાલ: 76 હજારથી વધુ લોકો ઘર છોડી ભાગ્યા, પુતિન પરેશાન

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
રશિયામાં યુક્રેન જેવા હાલ: 76 હજારથી વધુ લોકો ઘર છોડી ભાગ્યા, પુતિન પરેશાન 1 - image


રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન દળોએ યુક્રેનિયન શહેરોની સ્મશાન જેવી હાલત કરી દીધી છે. લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને એટલી જ સંખ્યામાં લોકોએ ઘર છોડી દીધું છે. પરંતુ, હવે સ્થિતિ વિપરીત થઈ રહી છે.  યુક્રેનિયન લડવૈયાઓ યુક્રેનની સરહદે આવેલા રશિયન શહેર કુર્સ્ક પર સતત હુમલો કરી રહ્યા છે. રશિયન સરકારે શહેરના લોકોને પોતાનો જીવ બચાવવા માટે સલામત સ્થળે ખસી જવા વિનંતી કરી છે. યુક્રેનિયન લડવૈયાઓએ કરેલો પાયમાલ એટલો ગંભીર છે કે અત્યાર સુધીમાં શહેરમાંથી 76 હજારથી વધુ લોકો તેમના ઘર છોડી ચૂક્યા છે.

રશિયાના કુર્સ્ક સરહદી વિસ્તારમાં "અત્યંત તણાવગ્રસ્ત પરિસ્થિતિ" ને કારણે સોમવારે વધુ લોકોને સ્થળાંતર કરવાની વિનંતી કરવામાં આવી હતી. કુર્સ્ક સરહદ વિસ્તારમાં રશિયન દળો લગભગ એક અઠવાડિયાની ભીષણ લડાઈ બાદ પણ યુક્રેનિયન હુમલાનો જવાબ આપવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. રશિયન કટોકટી અધિકારીઓના કહેવા પ્રમાણે કુર્સ્ક વિસ્તારમાં  76,000 થી વધુ લોકો તેમના ઘર છોડીને ભાગી ગયા છે. યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે યુક્રેનના સૈનિકો અને સશસ્ત્ર વાહનો સરહદ પાર કરીને 1000 કિલોમીટર સુધી અંદર ઘૂસી ગયા હતા.

રશિયાની અંદર યુક્રેનનું ધાડ

હુમલા બાદ યુક્રેનિયન દળોએ સરહદ પારથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલા સુડઝા શહેરમાં ખૂબ ઝડપથી પ્રવેશ કર્યો હતો.  તેઓ હજુ પણ શહેરનો પશ્ચિમ કબજો ધરાવે છે, જે એક મહત્ત્વપૂર્ણ કુદરતી ગેસ પરિવહન સ્ટેશન છે.

યુક્રેનનું અભિયાન અત્યંત ગોપનીયતાપૂર્વકનું ચાલી રહી છે. તેનો ધ્યેય - ખાસ કરીને કિવના દળોનો હેતુ પ્રદેશ કબજે કરવાનો હતો કે દરોડા પાડવાનો હતો - તે હજી સ્પષ્ટ થતુ નથી.

યુક્રેનમાં પણ રશિયન હુમલા વધ્યા 

આ પહેલા યુક્રેનના કિવમાં રવિવારની આખી રાત રશિયા દ્વારા કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલામાં ચાર વર્ષના બાળક સહિત બે લોકોના મોત થયા હતા. કુર્સ્કના પ્રાદેશિક ગવર્નર એલેક્સી સ્મિર્નોવે જણાવ્યું હતું કે, રશિયન એર ડિફેન્સે યુક્રેનિયન મિસાઇલને તોડી પાડી હતી, જે એક રહેણાંક વિસ્તારના મકાન પર પડી હતી, જેમાં 13 લોકો ઘાયલ થયા હતા. યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું હતું કે, રશિયાએ યુક્રેન પર ચાર બેલિસ્ટિક મિસાઈલ અને 57 શાહેદ ડ્રોન છોડ્યા હતા, પરંતુ તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ 53 ડ્રોનને તોડી પાડ્યા હતા.



Google NewsGoogle News