યુક્રેને રશિયામાં મચાવી તબાહી, PM મોદીની મુલાકાત પહેલા મિસાઈલ ઝીંકી 3 બ્રિજ કર્યા ધરાશાયી

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
યુક્રેને રશિયામાં મચાવી તબાહી, PM મોદીની મુલાકાત પહેલા મિસાઈલ ઝીંકી 3 બ્રિજ કર્યા ધરાશાયી 1 - image

AI Image 



Ukrain attack on Russia | યુક્રેન અને રશિયા વચ્ચે હજુ પણ યુદ્ધની સ્થિતિ યથાવત્ છે. બંને દેશ એકબીજા પર થોડા થોડા સમયે હુમલા કરી રહ્યા છે. હવે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાતે પહોંચવાના છે તે બે દિવસ પહેલા જ યુક્રેને રશિયામાં ભારે તબાહી મચાવી દીધી છે. 

રશિયા પર કર્યો મોટો હુમલો 

તાજેતરના અહેવાલ અનુસાર યુક્રેનના સૈન્યએ પશ્ચિમ રશિયા પર મોટો હુમલો કર્યો છે. માહિતી મુજબ પશ્ચિમ રશિયામાં સેમ નદી પર બનેલા 3 બ્રિજને નિશાને લઈ યુક્રેની સૈન્યએ મિસાઈલ હુમલા કર્યા હતા. આ હુમલામાં ત્રણેય બ્રિજ ધરાશાયી થઈ ગયાની માહિતી છે. 

રશિયા પણ જવાબ આપે તેવી આશંકા 

ઉલ્લેખનીય છે કે પ.રશિયામાં યુક્રેની સૈનિકોની ઘૂસણખોરી વધતી જઈ રહી છે. જોકે તેમ છતાં રશિયાનો આ શહેર પર કબજો તો યથાવત્ જ છે. રશિયા પોક્રોવ્સ્ક શહેર પર કબજો જમાવવાની તૈયારી કરી રહ્યું છે. રશિયા હવે ગમે ત્યારે યુક્રેનને જડબાતોડ જવાબ આપી શકે છે. 

યુક્રેને રશિયામાં મચાવી તબાહી, PM મોદીની મુલાકાત પહેલા મિસાઈલ ઝીંકી 3 બ્રિજ કર્યા ધરાશાયી 2 - image



Google NewsGoogle News