જાપાનમાં ટોકયો ખાતે યુક્રેનિયનોના સમર્થનમાં યોજાયો યુક્રેન ઉત્સવ
જાપાનની યુક્રેની એલચી કચેરી દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો.
મહોત્સવમાં લાઇવ શો પણ આયોજીત કરવામાં આવ્યો હતો.
ટોક્યો,૨૨ જુલાઇ,૨૦૨૪,સોમવાર
જાપાનમાં યુક્રેનના લોકોની મદદ માટે ટોકયોના યોયોગિ ઉધાનમાં ઉક્રેન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ યુક્રેની રેસ્ટોરન્ટ ચલાવનારા લોકો અને જાપાનની યુક્રેની એલચી કચેરી દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં વિવિધ પ્રકારની વસ્તુઓના કુલ ૩૦ સ્ટોલ ધ્યાન ખેંચતા હતા. જેમાં યુક્રેનની ચીનાઇ માટીની વસ્તુઓ, પરંપરાગત એસેસરીઝ,મીણબત્તીઓ અને યુક્રેનની સ્થાનિક વાનગીઓ તથા મદિરાનો સમાવેશ થતો હતો.
મહોત્સવમાં લાઇવ શો પણ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં યુક્રેનના લોકપ્રિય ગાયકે પોતાની ગાયકીની પ્રસ્તુતિ કરી હતી. એટલું જ નહી યુક્રેનની પરિસ્થિતિ અંગેનો અનુભવ પણ વ્યકત કર્યો હતો. આ કાર્યક્રમના પ્રયોજકોમાં એક કિકુચિ તાકાસિ અને તેમની યુક્રેની પત્ની રેસ્ટોરન્ટ ચલાવે છે. આ મહોત્સવમાં વધુને વધુ લોકોને યુક્રેન અંગે જાણવાનો અવસર પુરો પાડશે. એટલુ જ નહી યુક્રેનના લોકોને મદદ પણ મળશે.