ટેલિગ્રામ દેશ માટે ખતરો, યુક્રેને રશિયા પર ગંભીર આરોપ લગાવી 'એપ' પર લગાવ્યો પ્રતિબંધ
Image Source: X
Telegram Ban In Ukraine : રશિયા સાથે યુદ્ધ વચ્ચે યુક્રેન સરકારે મોટો નિર્ણય લીધો છે. યુક્રેને ટેલિગ્રામ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. યુક્રેનનું કહેવું છે કે, સરકારી અને સેનાના અધિકારીઓ દ્વારા ટેલિગ્રામનો ઉપયોગ કરવો ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે, રશિયા તેનો ઉપયોગ જાસૂસી કરી કહ્યું છે. શુક્રવારે યુક્રેનની નેશનલ સિક્યોરિટી એન્ડ ડિફેન્સ કાઉન્સિલે તેની જાહેરાત કરી હતી. આ પહેલા યુક્રેનની જીયૂઆર મિલિટરી ઈન્ટેલિજન્સ એજન્સીએ જણાવ્યું હતું કે, રશિયા કેવી રીતે આ પ્લેટફોર્મમાં સેંધ લગાવવામાં સક્ષમ છે.
યુક્રેનનું કહેવું છે કે, ટેલિગ્રામ પર પ્રતિબંધ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે. તમને જણાવી દઈએ કે, યુક્રેન અને રશિયા બંને દેશોમાં ટેલિગ્રામનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે. બંને દેશોમાં યુદ્ધ છેડાયા બાદ ટેલિગ્રામ પર જ મોટા ભાગની જાણકારી શેર કરવામાં આવી હતી. ઝેલેન્સ્કીએ કહ્યું કે, જે અધિકારીઓને પોતાની ડ્યુટી માટે ટેલિગ્રામનો ઉપયોગ કરવાનો છે તેના પર પ્રતિબંધ લાગુ કરવામાં નહીં આવશે.
તમને જણાવી દઈએ કે, રશિયામાં જન્મેલા પાવેલ દુરોવ ટેલિગ્રામના સ્થાપક છે. 2014માં તેઓ રશિયા છોડીને દુબઈ ચાલ્યા ગયા હતા. ગત મહિને ટેલિગ્રામના સ્થાપક દુરોવની ફ્રાન્સમાં ગેરકાયદેસર સામગ્રી પ્રકાશિત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. યુક્રેનની કાઉન્સિલનું કહેવું છે કે, રશિયા ટેલિગ્રામ સંદેશાઓને પકડી શકે છે. તે ડિલીટ કરેલા મેસેજ પણ વાંચી શકે છે. ઝેલેન્સકીએ કહ્યું, મેં હંમેશા અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સમર્થન કર્યું છે પરંતુ ટેલિગ્રામનો ઉપયોગ તેની સાથે સંબંધિત નથી. આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે.
ટેલિગ્રામે આ મુદ્દે સ્પષ્ટતા આપતા કહ્યું કે, આ પ્લેટફોર્મે ક્યારેય કોઈ દેશને ડેટા નથી આપ્યા. બીજી તરફ જે સામગ્રી ડિલીટ કરી દેવામાં આવે છે તે પાછી નથી લાવી શકાતી. એક અહેવાલ પ્રમાણે યુક્રેનમાં 33000 ટેલિગ્રામ ચેનલો એક્ટિવ છે. યુક્રેનની મીડિયાના જણાવ્યા પ્રમાણે 75% લોકો કોમ્યુનિકેશન માટે તેનો ઉપયોગ કરે છે.
તમને જણાવી દઈએ કે, ટેલિગ્રામના 900 મિલિયન યુઝર્સ છે. તેની લોકપ્રિયતા હોવા છતાં કન્ટેન્ટ મોડરેશન અંગેની ચિંતાઓને કારણે ટેલિગ્રામને ઘણા દેશોમાં પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે.