Get The App

144 ડ્રોન વિમાનો સાથે યુક્રેનનો રશિયા પર પ્રચંડ હુમલો : 1નું મોત : અનેક વિમાન ગૃહો બંધ

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
144 ડ્રોન વિમાનો સાથે યુક્રેનનો રશિયા પર પ્રચંડ હુમલો : 1નું મોત : અનેક વિમાન ગૃહો બંધ 1 - image


- રશિયા યુક્રેન યુદ્ધ : પરિસ્થિતિ હાથ બહાર જઇ રહી છે

- રશિયા યુક્રેનના પૂર્વ વિસ્તારમાં આગળ ધસી રહ્યું છે ત્યારે યુક્રેન છેક મોસ્કો સુધી ડ્રોન હુમલા કરી રહ્યું છે

મોસ્કો : યુક્રેને ૧૪૪ ડ્રોન વિમાનો સાથે રશિયા ઉપર પ્રચંડ હુમલો કરતાં હવે શાંતિ મંત્રણાનો વિચાર જ ખોરંભે પડી ગયો છે. આ હુમલામાં ૧ વૃદ્ધાનું નિધન થયું હતું પરંતુ મોસ્કોમાં કેટલાંએ મકાનોની બારીના કાચ તૂટી ગયા હતા, કેટલીયે બારીઓ પણ તૂટી ગઇ હતી.

મોસ્કો જ્યારે પૂર્વે યુક્રેનના ડૉન-બાસ વિસ્તારમાં આગળ ધસી રહ્યું છે ત્યારે જ જાણે કે રશિયાને શિક્ષા કરવા માગતા હોય તેમ ઝેલેન્સ્કીએ આ પ્રચંડ હુમલા કરાવ્યા હતા.

રશિયામાં સંરક્ષણ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે તે ૧૪૪ ડ્રોન પૈકી ૨૦ ડ્રોન વિમાન મોસ્કોથી સહેજ જ દૂર તોડી પાડવામાં જ્યારે ૧૨૪ ડ્રોન જુદા જુદા વિસ્તારોમાં તોડી પડાયાં હતાં.

આ હુમલા પછી મોસ્કોનાં ચારે ચાર વિમાનગૃહો બંધ જાહેર કરી દેવાયાં હતા. ૪૮ વિમાન સેવાઓ અન્ય વિમાનગૃહે વાળવામાં આવ્યા હતા. તેમ મોસ્કોના ગવર્નર એન્ડ્રે વોરો બિયાવૈં જણાવ્યું હતું. આ હુમલાથી ઘણાં મકાનોને પણ આગ લાગી હતી પરંતુ તે તમામ વિમાનો તોડી પડાયાં હતાં. આ પૈકી ૨૦ વિમાનો મોસ્કો ઉપર અને ૧૨૪ વિમાનો અન્ય વિસ્તારોમાં તોડી પડાયાં હતાં.

નિરીક્ષકો કહે છે કે યુક્રેન યુદ્ધમાં શાંતિ મંત્રણાતો દૂર રહી. હવે તે જોવાનું રહે છે કે યુદ્ધ વધુ ન વકરે. વાસ્તવમાં પરિસ્થિતિ હાથ બહાર ગઇ છે.


Google NewsGoogle News