Get The App

રશિયામાં ઘૂસી યુક્રેનની સેના, પુતિને Kurskમાં ઈમરજન્સીનું કર્યું એલાન

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
Russia-Ukraine war



રશિયામાં ઘૂસી યુક્રેનની સેના
Russia-Ukraine war : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં અચાનક જ યુક્રેનના મોટા હુમલાથી રશિયામાં ખળભળાટ મચી ગયો છે. યુક્રેનના એક હજારથી વધુ સૈનિકોએ તાબડતોબ હુમલા કરી રશિયાના કસ્ક ( Kursk ) માં ઘૂસી ગયા હતા. બીજી તરફ યુક્રેનની સેનાએ રશિયાના 27 લડાકૂ ડ્રોનને ઉડાવી નાંખ્યા હતા, જેની જાણકારી યુક્રેનની એરફોર્સ દ્વારા આપવામાં આવી છે. રશિયાએ Kursk માં ઈમરજન્સીની જાહેરાત કરી નાંખી છે. 

 

રશિયાએ મિસાઇલથી જવાબ આપ્યો 

બીજી તરફ રશિયાનો દાવો છે કે તેમના દ્વારા જવાબી કાર્યવાહી પણ કરવામાં આવી છે. રશિયાએ મિસાઇલ દ્વારા યુક્રેનના શોપિંગ મોલ પર હુમલો કર્યો હતો જેમાં 12 લોકોના મોત થયા છે જ્યારે 50 જેટલા લોકો ઈજાગ્રસ્ત છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પણ રશિયાએ અહીં મિસાઇલથી હુમલો કર્યો હતો જેમાં 17 લોકોના મોત થયા હતા. 

 

પરિસ્થિતિ ગંભીર 

યુક્રેનના સૈનિકોને જવાબ આપવા માટે રશિયાએ Kursk વિસ્તારમાં વધારાના સૈનિકોને મોકલ્યા છે. રશિયાના સંકરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે મોટી સંખ્યામાં રોકેટ લોન્ચર, અત્યાધુનિક બંદૂકો, ટેન્ક મોકલવામાં આવી રહી છે. 

કસ્ક (Kursk)ના એલેક્સીએ ટેલિગ્રામ પર કહ્યું છે, કે અમારા ક્ષેત્રની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. 

મીડિયા અહેવાલો અનુસાર યુક્રેનની સેના રશિયામાં 30 કિલોમીટર સુધી ઘૂસી ગઈ છે. જ્યારે રશિયાના સંરક્ષણ મંત્રાલય દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે કે 10 કિલોમીટર સુધી સૈનિકો ઘૂસ્યા છે. 

બીજી તરફ યુક્રેનના અધિકારીઓએ આ હુમલા અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે. 


Google NewsGoogle News