યુક્રેને ડોનબાસ ક્ષેત્રમાં લાઇવ શો પર કર્યો હુમલો, રશિયન અભિનેત્રી પોલિના મેન્શિખનું મોત

૦ વર્ષની આ અભિનેત્રી કોરિયોગ્રાફર, નાટ્યકાર અને થિએટર આર્ટિસ્ટ પણ હતી

પૂર્વી યુક્રેનમાં રશિયન કબ્જાવાળા વિસ્તારમાં સૈનિકો માટે લાઇવ શો ચાલતો હતો

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
યુક્રેને ડોનબાસ ક્ષેત્રમાં લાઇવ શો પર કર્યો હુમલો,  રશિયન અભિનેત્રી પોલિના મેન્શિખનું મોત 1 - image


મોસ્કો,23 નવેમ્બર,2023,ગુરુવાર 

રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઇમાં ચડાવ ઉતાર આવે છે પરંતુ અટકવાનું નામ લેતી નથી. વાર અને પ્રતિવારનો દોર સમયાંતરે ચાલતો રહે છે.  પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વી યુક્રેનમાં રશિયાના અધિક્રૃત વિસ્તારમાં ચાલતા એક લાઇવ શો પર યુક્રેન હુમલો કર્યો હતો. આ હુમલો ડોનેસ્કના સ્ટોરોબેશેવસ્કી જિલ્લાના કુમાચોવો ગામમાં થયો હતો. આ હુમલામાં રશિયાની અભિનેત્રી પોલિના મેન્શિખનું મોત થયું છે. ૪૦ વર્ષની આ અભિનેત્રી થિયેટરમાં કામ કરતી હતી. પોલિના મેનશીખ કોરિયોગ્રાફર, નાટ્યકાર અને વંશીય નૃત્ય થિયેટર "નેઝેન" અને સ્ટુડિયો થિયેટર લેજ આર્ટિસ્ટના દિગ્દર્શક પણ  હતા.

 ડોનબાસ ક્ષેત્રમાં મંચ પર લાઇવ કાર્યક્રમ તેમના જીવનનો અંત લાવનારો બની ગયો હતો. થિએટર અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયાની સેનાના નિયંત્રણવાળા પૂર્વી યુક્રેનમાં રશિયન સૈનિકો માટે પ્રદર્શન ચાલતું હતું ત્યારે જ હુમલો થયો હતો. બંને પક્ષોએ આ વાતની પુષ્ઠી કરી હતી. હુમલોની આ ઘટના ૧૯ નવેમ્બરના રોજ બની હતી. રશિયાની એક ટેલિવિઝન ચેનલને એક તપાસકર્તાએ સ્પષ્ટતા કરી હતી કે ડોનેસ્ક ક્ષેત્રના એક ગામ,સ્કૂલ અને સાંસ્કૃતિક કેન્દ્ર પર મિસાઇલો પર હુમલો કર્યો હતો.

ધ મોસ્કો ટાઈમ્સે રોસીસ્કાયા ગેઝેટા અખબારને ટાંકીને અહેવાલ આપ્યો હતો. એસ્ટ્રા ટેલિગ્રામ ન્યૂઝ ચેનલ દ્વારા જાહેર કરવામાં આવેલ વીડિયોમાં હુમલાની ક્ષણો બતાવવામાં આવી રહી છે. વિડિયોમાં, એક મહિલા પ્રેક્ષકોને ગાતી જોવા મળે છે જેમાં સૈન્યના સદસ્યોનો સમાવેશ થાય છે તે પહેલાં પ્રદર્શનમાં મોટો વિસ્ફોટક અવાજ આવે છે અને  સ્ક્રીન પર અંધારુ છવાઇ જાય છે.


Google NewsGoogle News