Get The App

VIDEO: રશિયા પર યુક્રેનનો 9/11 જેવો હુમલો, સૌથી ઊંચી ઈમારત પર ડ્રોન એટેક, અનેકના મોતની આશંકા

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
VIDEO: રશિયા પર યુક્રેનનો 9/11 જેવો હુમલો, સૌથી ઊંચી ઈમારત પર ડ્રોન એટેક, અનેકના મોતની આશંકા 1 - image


Ukrain Attack on Russia like 9/11 : યુક્રેન અને રશિયા વચ્ચે લાંબા સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે હવે યુક્રેને રશિયા સામે પણ આક્રમણ વલણ દાખવ્યું છે. તાજેતરના અહેવાલ અનુસાર યુક્રેને રશિયાની સૌથી ઊંચી ઈમારત વોલ્ગા સ્કાય પર હુમલો કર્યો છે. આ હુમલો રશિયાના સારાટોવ શહેરમાં કરાયો હતો, જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે ખાસ વાત એ છે કે આ હુમલો અમેરિકામાં 9/11 હુમલાની તર્જ પર જ કરાયો હતો. 

ડ્રોન રશિયાની સૌથી ઊંચી ઈમારતને નિશાન બનાવી  

આ હુમલો ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો, જેની અસરથી બિલ્ડિંગમાં જોરદાર ધડાકા સાથે આગ લાગી હતી. રશિયાના સારાટોવ શહેરમાં આવેલી આ ઈમારતમાં 38 માળ છે અને તે રશિયાની સૌથી ઊંચી ઈમારત ગણાય છે, જેમાં અનેક કંપનીઓની ઓફિસો આવેલી છે. વીડિયોમાં જોવા મળે છે કે યુક્રેનિયન ડ્રોન ઝડપથી ઉડતું ઉડતું બિલ્ડિંગમાં ઘૂસી જાય છે. ત્યારબાદ આગની જ્વાળાઓ નીકળતી દેખાય છે. 

ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ 

આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે, પરંતુ યુક્રેન જે રીતે રશિયાની સૌથી ઊંચી ઈમારત પર હુમલો કરવામાં સફળ રહ્યું છે તે રશિયા માટે આઘાતજનક છે. ડ્રોનની ટક્કર બાદ મોટી માત્રામાં ઇમારતનો કાટમાળ પણ નીચે પડતો જોવા મળી રહ્યો છે. આ હુમલામાં આ રશિયન ઈમારતના એક ભાગને નુકસાન થયું છે. પ્રાદેશિક ગવર્નર રોમન બાસુર્ગીને પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે ટેલિગ્રામ પર આ ઘટના વિશે જણાવ્યું અને કહ્યું કે હુમલામાં ઘાયલ એક મહિલાની હાલત નાજુક છે. ડોક્ટરો તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ હુમલામાં તેમના સિવાય અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ થયો છે.

VIDEO: રશિયા પર યુક્રેનનો 9/11 જેવો હુમલો, સૌથી ઊંચી ઈમારત પર ડ્રોન એટેક, અનેકના મોતની આશંકા 2 - image


Google NewsGoogle News