બ્રિટનના રાજા કરતાં પણ અમીર ઋષિ સુનક, એક જ વર્ષમાં અબજોની કમાણી, જાણો નેટવર્થ
PM Rishi Sunak Networth: યુનાઈટેડ કિંગ્ડમના ધનિકોની યાદીમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકની સંપત્તિ બ્રિટનના રાજા કરતાં પણ વધી છે. ભારતીય મૂળના ઋષિ સુનક અને તેમની પત્નિ અક્ષતા મૂર્તિની કુલ સંપત્તિ ગતવર્ષ કરતાં 122 મિલિયન પાઉન્ડ વધી 2023માં 651 મિલિયન પાઉન્ડ થઈ છે.
આ દંપત્તિની સંપત્તિમાં વધારોના પગલે તેઓ ધનિકોની યાદીમાં બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ III કરતાં પણ વધુ ધનિક બન્યા છે. ગતવર્ષે કિંગ ચાર્લ્સ III ધનિકોની યાદીમાં ટોચ પર હતા. જેમની નેટવર્થ 10 મિલિયન પાઉન્ડ વધી 610 મિલિયન પાઉન્ડ થઈ છે.
2022માં બ્રિટનની મહારાણી કરતાં પણ ધનિક થયાં
2022માં ઋષિ સુનક અને તેમની પત્નિ અક્ષતા મૂર્તિની સંપત્તિ મહારાણી કરતાં વધી છે. તે વર્ષે એલિજાબેથ દ્વિતિયની સંપત્તિ 370 મિલિયન પાઉન્ડ વધી હતી. જે 35 વર્ષના ઈતિહાસમાં પ્રથમ ફ્રન્ટ લાઈન રાજનેતા બન્યા છે.
સુનકની સંપત્તિ વધતાં ટીકાઓનો વરસાદ
બ્રિટનની અર્થવ્યવસ્થા પડકારોનો સામનો કરી રહી છે. તેમજ મંદીના માહોલ વચ્ચે યુકેના અબજોપતિની યાદીમાં સુનક અને મૂર્તિની સંપત્તિમાં અધધધ વધારો નોંધાયો હોવાથી બ્રિટિશરો ટીકા કરી રહ્યા છે.
ઋષિ સુનકની નેટવર્થ
વાસ્તવમાં ઋષિ સુનિક અને તેમની પત્નિની સંપત્તિમાં વૃદ્ધિ ઈન્ફોસિસમાં મૂર્તિના હિસ્સા સાથે જોડાયેલી છે. 70 અબજ ડોલરની માર્કેટ વેલ્યૂ ધરાવતી ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અક્ષતા મૂર્તિ છે. જેના શેરની વેલ્યૂ 108.8 મિલિયન પાઉન્ડથી વધી 590 મિલિયન પાઉન્ડ થઈ છે. 2022માં આ દંપત્તિની કુલ સંપત્ત 730 મિલિયન ડોલર હતી.
બ્રિટનમાં અબજોપતિની સંપત્તિ ઘટી
બ્રિટિશ અબજોપતિની સંખ્યા સતત બીજા વર્ષે ઘટી છે. 2023માં યુકેમાં 171 ધનિકો નોંધાયા છે. જે 2022માં 177 હતા. આ વર્ષે ફરી પાછા ઘટી 2024માં 165 થયા છે.